દાહોદ જિલ્લાના મંગલ મહુડી સ્ટેશન નજીક એક માલગાડી ના 16, જેટલા ડબ્બા ખડી પડતાં મુંબઈ – દિલ્હી અપ અને ડાઉન બંને લાઈનો બાધિત થતાં 49 ટ્રેનો ના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા અને 27 ટ્રેનો રદ થઈ હતી. જેના કારણે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહારથી ટ્રેનો મારફતે ગુજરાતના વડોદરા, સુરત અને મુંબઈ જતા મુસાફરો દાહોદ રેલ્વે સ્ટેશને મોડી રાત્રે ઉતર્યા હતા, અને તેઓને આગળ જવા માટે કોઈ ટ્રેન ન હોવાનું માલુમ પડતાં તેઓ દાહોદ એસ.ટી. ડેપો એ પહોંચ્યા, પણ રાત્રીના સાડા અગિયાર વાગે આટલી મોટી સંખ્યામાં બસ સ્ટેશને લોકોના ટોળા થતાં દાહોદ શહેર એક સામાજિક આગેવાન અક્ષય જોશીને આ વાતની જાણ થતાં તેઓએ આ બાબતે તેઓના મિત્રોને જાણ કરતા તેઓ એ અક્ષયભાઈ સાથે દાહોદ એસ.ટી. ડેપો મેનેજર જે.આર. બૂચ ને જાણ કરતા તેઓ પોતે રજા ઉપર હોઈ અને નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓએ તેમની ટીમના ઇન્ચાર્જ મેનેજર નિલેશભાઈ ભટ્ટ, ટી.આઇ. કે.સી વાળંદ, જુનિયર આસિસ્ટન્ટ એસ.એ. છીપા, ટ્રાફિક કન્ટ્રોલર ડી. ડી. વણકર, મોરબી બસના ચાલક રમેશભાઈ ખાંટ અને કંડકટર જીજ્ઞેશ પંચાલ, વડોદરા બસના ચાલક મનીષ ડામોર અને કંડકટર સુરેશભાઈ ખાંટ ને પોતાના અધિકારીઓની સૂચના મળતાં દાહોદ ડેપોના તત્કાલીન કર્મચારીઓ દ્વારા તાત્કાલિક એક્સ્ટ્રા બસો મૂકી અને દાહોદ સ્ટેશન ઉપર ફરતા આ મુસાફરો જે પરિવારના સભ્યો સાથે હતા તેઓને અક્ષયભાઇ અને તેમના મિત્રો સાથે સામાજિક કાર્યકર્તા હારુન છીપા મળી બધા મુસાફરો ને સમજાવી શાંતિ થી આ મુકાયેલ સરકારી બસોની માહિતી આપી અને તેમને બેસાડ્યા હતા. આ રીતે દાહોદ એસ.ટી ડેપો દાહોદના અધિકારીઓ અને વહીવટી સ્ટાફ દ્વારા લોકોને એક્સ્ટ્રા બસ મૂકીને નહિ પરંતુ સંપૂર્ણ માહિતી આપી તેઓને તેમના આગળ ના પ્રવાસ માટેની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદરણ પૂરું પાડ્યું હતું. આ ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કહેવાય કારણ કે કોઈ પણ જાતના કોઈ રાજકીય દબાણ કે ઓર્ડર વગર સ્ટાફ દ્વારા માનવતાના આધારે આ કામ કરવામાં આવ્યું હતું અને આ કામને દાહોદ શહેરના લોકો બિરદાવી રહ્યા છે.
દાહોદ એસ.ટી. ડેપો દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી શું કરવામાં આવી ? જાણો
RELATED ARTICLES