દાહોદ કસ્બા વિસ્તારમાં 30 થી વધુ ડેન્ગ્યુંના કેસ હોવાની આશંકા  2 સગા ભાઈ બહેન ના મોત, આરોગ્ય તંત્ર ની નિષ્ક્રિયતા કે નિષ્કાળજી ?

0
890

 

Picture 001NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ શહેરના ઘાચીવાડ  
અને કસ્બા વિસ્તાર માં ડેન્ગ્યું એ માથું ઉચક્યું હોવાનું ખબર  કસ્બાના નગરસેવક મોઈન કાજી એ  નગરપાલિકાના રજીસ્ટરમાં નોંધ કરી અને દવા તથા ફોગ્ગીંગ માટે રજૂઆત આજ થી 4થી 5 દિવસ અગાઉ કરી હતી , તેમ છતા આ બાબતે કોઈ  કાર્યવાહી  કરવામાં આવી નહતી  .
  એક બાજુ તહેવારો અને એક બાજુ ડેન્ગ્યું શું તંત્ર તહેવારો માં લોકોને આ વાવરથી મુક્ત રાખી શકશે ખરી.
                                    અને પરમ દિવસે ડેન્ગ્યું ની જપેટ મા આ 22 વર્ષીય મહિલાનું ગઈ કાલે રાત્રીના 9.00 કલ્લાકે  અને 16 વર્ષ નાં તેના સગા ભાઈનું આજે તેને બેહેન ની અર્થી ઉઠી તે પેહલા ભાઈના પણ મોતના સમાચાર આવતા સમગ્ર પરિવારમા આઘાતમા સરકી પડ્યો હતો જયારે આખા કસ્બા વિસ્તાર માં શોક નું મોજું ફરીવળ્યું હતું .
  આતો માત્ર કસ્બાનાજ આટલા કેસો સસપેકટેડ છે તો આખા દાહોદ જીલ્લાની ની શું પરિસ્થિતિ હશે ? અને દાહોદ નાં અન્ય વિસ્તારો માં પણ ડેન્ગ્યું એ માથું ઉચ્કીલીધું છે શું ત્યાં કોઈ કાર્યવાહી થશે ખરી. 
                                 આ બાબે સ્થાનિક રહીશો માં ખુબજ રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેઓ ની માંગ છે કે તેમના વિસ્તાર માં સાફ સફાઈ થઇ અનેજીલ્લા આરોગ્ય ખાતું આ બાબતે કાળજી લઇ યોગ્ય પગલા ભારે નહિ તો હંમે ગાંધી ચિંધ્યા જઈશું .બીજી તરફ જયારે સરકાર વારંવાર ડેન્ગ્યું બાબતે  કાળજી લેવાનું કહી રહી છે ત્યારે દાહોદ ના જીલ્લા આરોગ્ય તંત્ર ના અધિકારીયો કુંભકરણ ની નિંદ્રામાંથી ક્યારે જાગશે? IMG_20151018_101928
 એન્ટીલાર્વલ એક્ટીવીટી અંતર્ગત ઇન્ટ્રાડોમેસ્ટીક અને પેરાડોમેસ્ટીક એક્ટીવીટી કરેલ છે કે કેમ અને નથી કરી તો આવા વિસ્તારો માં આરોગ્ય ટીમ શું માત્ર કાગળ પરજ કામગીરી દર્શાવે છે ? ખરેખર તો આ બાબતે જવાબદાર અધિકારીયો સામે કડક પગલાં ભરાય અને કાર્યવાહી થાય  તેવી લોક માંગ ઉઠવા પામી છે
                                      શું જે આરોગ્ય ખાતાના અધિકારીયો પાસે એ રેકોર્ડ નથી કે દાહોદ માં કેટલા અને કયા કયા લોકો ને ડેન્ગ્યું પોસીટીવ છે તે આરોગ્ય તંત્ર આ રોગચાળા ની ટ્રીટમેંટ ક્યાંથી કરશે. હા કામગીરી ચોક્કસ કરશે પણ  મૃતકો ને ડેન્ગ્યું હતો કે નહિ મારનાર નું નામ ઠામ શું હતું આ ખાના પુરતી કરી ત્યાં બે ત્રણ દિવસ થશે અને લોકો ફરી ભુલીજાસે  .આ અગાઉ થોડા દિવસ પહેલા ફતેપુરા માં પણ ડેન્ગ્યું નાં કેસ મળી આવ્યા હતા ત્યાર્રે પણ તંત્ર ને એ ખબર નહોતી કે ડેન્ગ્યું કોને થયો છે  . શું  આવીજ કામગીરી થી આરોગ્ય ખાતું પ્રધાનમંત્રી નાં સ્વસ્થ ભારત નું સ્વપ્ના પૂરું કરશે ?
.
Version —  C.D.H.O  –  J . J .Pandya —આરોગ્ય ની ટીમ હાઉસ કોર્ષ એટલે ઘેર ઘેર જઈ અને તપાસ કરશે અને હાલ જ્યારે આપની સાથે વાત થઇ રહી છે ત્યારે  એપિડેમીક ઓફિસર અને જીલ્લા મેલેરિયા અધિકારી ત્યાં કસ્બામાજ છે અને કામગીરી થઇ રહી છે  . તેઓ એકહ્યું કે દાહોદ માં એલીઝા ટેસ્ટ જે આના માટે ખાસ જરૂરી છે તે કોઈ કરતુ નથી ખાલી પ્લેટલેટ  ની વધઘટ થી નક્કી કરી આની વ્યવસ્થિત  નાં થાય.  
                    જો  આજ કામગીરી જે હાલ માં તંત્ર દ્વારા શરુ કરી તે જો આ વાવર ના શંકાસ્પદ કેસો જણાતા  હતા ત્યારે જો કરી હોત તો એક પરિવારે પોતાના જવાન બાળકો ના ગુમાવ્યા હોત  .
 એન્ટીલાર્વલ એક્ટીવીટી અંતર્ગત ઇન્ટ્રાડોમેસ્ટીક અને પેરાડોમેસ્ટીક એક્ટીવીટી કરેલ છે કે કેમ અને નથી કરી તો આવા વિસ્તારો માં આરોગ્ય ટીમ શું માત્ર કાગળ પરજ કામગીરી દર્શાવે છે ? ખરેખર તો આ બાબતે જવાબદાર અધિકારીયો સામે કડક પગલાં ભરાય અને કાર્યવાહી થાય  તેવી લોક માંગ ઉઠવા પામી છે  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here