દાહોદ જિલ્લામાં છેલ્લા દિવસે ફોર્મ ભરવામાં ભાજપ અને કોંગ્રેસની તડાપડી

0
836

KEYUR PARMAR – DAHOD

દાહોદ જિલ્લામાં આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભરાયા જેમાં ભાજપમાંથી દાહોદના કનૈયાલાલ બચુભાઈ કિશોરીએ ફોર્મ ભર્યું અને વિજય વિશ્વાસ સંમેલન યોજી જંગી જનમેદની સાથે ફોર્મ ભરવા ગયા હતા. તેઓએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તે મેહનત કરીને વિધાનસભા જીતશે અને લોકોની આશાને ખરી પાડી અને લોકો મેઈ કામ કરશે.

PRIYANK CHAUHAN – GARBADA

 

133-ગરબાડા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી તરફથી મહેન્દ્રભાઈ ભાભોરની પસંદગી કરવામાં આવતા અને તેમને મેન્ડેડ આપવામાં આવતા આજરોજ બપોરના સમયે મહેન્દ્રભાઈ ભાભોરે ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભાજપના નાનામોટા કાર્યકર્તાઓને સાથે રાખી તેમના હજારો સમર્થકોની વિશાળ જનમેદનીની રેલી સાથે ડીજે તેમજ બેન્ડ સાથે 133-ગરબાડા વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા અને ગરબાડા મામલતદાર ઓફિસ ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ તેમનું ઉમેદવારી પત્ર રજૂ કરી 133-ગરબાડા વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તેમની ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કરતી વખતે ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ ભાભોરની સાથે કેન્દ્રિય મંત્રી જશવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા.

જયારે ઝાલોદ વિધાનસભા અને હાલમાં દાહોદ જિલ્લામાં સૌથી વધુ વિવાદ વાળી સીટ ગણાતી હોય તેવી સીટ પરથી મહેશભાઈ ભૂરિયાએ ફોર્મ ભર્યું હતું અને કોંગ્રેસ પાર્ટીએ પોતાના સીટિંગ ધારાસભ્યની ટિકિટના કાપી બાબુભાઇ કટારા ના પુત્ર ભાવેશ કટારાને આપી હતી. જયારે મિતેષ ગરાસિયાએ પાર્ટીમાંથી ફોર્મ ભરેલું હોઈ તેમને પાર્ટીએ છેલ્લે સુધી વિશ્વાસમાં લીધા અને જેના કારણે તેઓ અપક્ષમાં પણ ફોર્મ ના ભરી શકયા.

બાઈટ – કનૈયાલાલ કિશોરી દાહોદ ભાજપ ઉમેદવાર
બાઈટ – મહેન્દ્ર ભાભોર ઉમેદવાર ભાજપ ગરબાડા

દાહોદ જિલ્લાના પક્ષવાર ઉમેદવારો ની યાદી
કનૈયાલાલ કિશોરી – દાહોદ     –    ભાજપ 132  – ST
વજેસિંહ પણદા    – દાહોદ     –    કોંગ્રેસ   132 – ST
મહેન્દ્ર ભાભોર      – ગરબાડા  –    ભાજપ 133 – ST
ચંદ્રિકાબેન બારીયા – ગરબાડા  –   કોંગ્રેસ 133
બચુભાઈ ખાબડ   – દેવગઢબારીયા  – ભાજપ  134
ભરતસિંહ વાખલા – દેવગઢ બારીયા   કોંગ્રેસ   134

રમેશ કટારા – ફતેપુરા ભાજપ  –  129 – ST
રઘુ દીતાભાઈ મછાર – ફતેપુરા – કોંગ્રેસ – 129 – ST

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here