Monday, February 17, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લમાં ભગવાન શ્રી જગન્નાથજીની ૧૬ મી ભવ્ય રથયાત્રા રણછોડરયજીના મંદિરેથી ધામધૂમથી...

દાહોદ જિલ્લમાં ભગવાન શ્રી જગન્નાથજીની ૧૬ મી ભવ્ય રથયાત્રા રણછોડરયજીના મંદિરેથી ધામધૂમથી નીકળી હતી

દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલ શ્રી રણછોડરાયજીના મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથજીની સોળમી રથયાત્રા માટે વહેલી સવારે દાહોદ જિલ્લાના સંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંત સિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શંકરભાઇ આમલિયાર, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, ધારસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, SDM એન.બી રાજપૂત, સુધીર લાલપુરવાલા તેમજ અન્ય નેતાઓ રણછોડરાયજીના મંદિરે ઉપસ્થિત રહ્યા હતા.
પહેલા ભગવાન શ્રી જગન્નથજીની આરતી આ તમામ મહાનુભાવોએ ઉતારઇ હતી અને ત્યારબાદ પહિંદ વિધિ કરી હતી અને ભગવાન શ્રીની રથયાત્રાને આગળ વધારવા માટે બુહારી કરી અને પછી દોરડા વડે ભગવાનના રથને આગળ તરફ વધાર્યું અને યાત્રાની શરૂઆત થઇ. અને ત્યાંથી નીકળી અને રથ યાત્રા દાહોદના પાડવા થઇ સરદાર ચોક થી નેતાજી બજાર થઇ અને દોલતગંજ બજારમાં થઇ અને સોનીવાડ મામાના ઘરે વિશ્રામ માટે રોકાઈ હતી. અને પરત ત્યાંથી બપોરે નીકળી અને દાહોદના ગોવિંદનગર વિસ્તારમાંથી નીકળી માણેકચોક વાળા રસ્તેથી ભગિની સમાજ વાળા રસ્તે થી અંજુમન હોસ્પિટલ થઈ તળાવ પર પહોંચી એમ.જી. રોડ થી નેતાજી બજાર થઈ પરત રથયાત્રા રણછોડરાયજીના મંદિરે પરત પહોંચવાના અંતિમ ચરણમાં હનુમાન બજારના રાધાકૃષ્ણ મંદિરે પૂજારી દ્વારા આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર રથયાત્રામાં ખડેપગે ચોકસાઈ થી પોતાની ફરજ બજાવતા Dy.S.P. જગદીશ બાંગરવા અને “B” ડીવિઝનનાં દેસાઈ સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા રથને ખેંચી પરત શ્રી રણછોડરાય મંદિરે પરત લાવવામાં આવ્યો હતો.

રથયાત્રા પરત સાંજે ૦૭:૦૦ કલાકે નિજ મંદિર પહોંચી હતી. રથયાત્રા માટે દાહોદ જિલ્લા પોલીસે ચાંપતો બંદોબસ્ત રાખ્યો છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તેને પુરેપુરી તકેદારી રાખી છે. આ રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments