THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
તા.૨૯/૦૧/૨૦૨૧ ને શુક્રવારના રોજ દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ (I.A.S.) દ્વારા COVID-19 રસીકરણ અભિયાન અંતર્ગત જીલ્લા આરોગ્યની ટીમ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રેટીયા, તા. જિ. દાહોદની મુલાકાત લેવામાં આવી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રેટીયા ખાતે જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ તમામ આરોગ્ય અને ICDS ના કર્મચારીઓએ કોરોના નાબુદી માટે રસી લીધેલ. જેથી ૧૦૦% સિદ્ધિ મળેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રેટીયાના તમામ કર્મચારીને જીલ્લા વિકાસ અધિકારી રચિત રાજએ આરોગ્યને લગતી તમામ બાબતોનું તલસ્પર્શી માર્ગદર્શન આપેલ. અને તેઓના દ્વારા આરોગ્ય કેન્દ્રના રેકોર્ડની ઉડાણપૂર્વક ચકાસણી પણ કરવામાં આવેલ તેમજ તમામ સ્ટાફને અતિ કુપોષિત તથા મધ્યમ કુપોષિત બાળકોનું વિશેષ ધ્યાન અને સમયાંતરે વિશેષ કાળજી લેવા સુચના આપવામાં આવેલ હતી. આ ઉપરાંત જોખમી સગર્ભા માતાઓની વિશેષ નિરીક્ષણ તથા કાળજી, પાંડુ રોગ તથા યોગ્ય સારવાર, ઓછા વજનવાળા બાળકોનું ફોલોઅપ, આરોગ્યને લગતા વિવિધ કાર્યક્રમોનું દરેક વિભાગ સાથે સંકલન, શાળા આરોગ્ય તપાસણી, પ્રસુતિ અને PPIUCD, મહત્વાકાંક્ષી જિલ્લાના વિવિધ ઈન્ડીકેટર તેમજ દવાઓના સ્ટોક જેવી મહત્વની બાબતોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવેલ.