દાહોદ જિલ્લા પોલીસવડા પ્રેમ વીર સિંહની સૂચના અને માર્ગદર્શનથી દાહોદ પોલીસે 3 આરોપી ₹.4 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

0
292

KEYUR PARMAR – DAHOD

 

દાહોદ શહેરના રળીયાતી રોડ ઉપર આવેલ એક ટ્રાન્સપોર્ટ કમ્પનીના ગોડાઉનમાં થોડા સમય અગાઉ બુટ ચપ્પલ અને કપડાના કાર્ટુનોની ચોરી થઈ હતી. જે ફરિયાદના આધારે દાહોદ પોલીસે દાહોદ જિલ્લા પોલીસવડા પ્રેમ વીર સિંગ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરતા પંચમહાલના ગોધરા અને આસપાસના ત્રણ આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા.

 દાહોદ પોલીસે થોડા સમય અગાઉ ટ્રાસ્પોર્ટના ગોડાઉનમાં થયેલ ચોરીના ગુણને શોધી કાઢવા માટે દાહોદ ટાઉન પી.આઈ K.G.Patel એ દાહોદ ટાઉન પ્રોબેસનલ PSI એચ.પી.દેસાઈ, PSI એન.આર.ચૌધરી અને સ્ટાફને સાથે રાખી મોબાઈલ ટાવર અને CCTV ફૂટેજ મેળવવા કવાયત હાથ ધરતા બારીયા પેટ્રોલ પમ્પ , પીપલોદ ટોલ અને દાહોદમાંથી મળેલ CCTV ફૂટેજના આધારે ટ્રક નો નમ્બર મળતા તેનો નમ્બર ગોધરાનો હોઈ તેની પોલાણ બજાર ગોધરામાં તાપસ કરતા ફારૂક ઝબભા નામના ઇસમને ઝડપી પાડ્યો હતો અને તેને ગોધરા આસપાસના અન્ય 2 આરોપીઓના નામ આપતા , દાહોદ પોલીસે આ બંને સહિત ત્રણે આરોપીઓ ને દાહોદ જેલ ભેગા કર્યા હતા.

 આરોપીઓને વધુ પુછપરછ કરતા તેઓએ દાહોદ સિવાય ગુજરાતમાં અમદાવાદ ગ્રામ્ય, સાબરકાંઠા, અરવલ્લી,  મહેસાણા અને ગાંધીનગર જીલ્લાઓમાં પણ 18 જગ્યાએ ચોરીઓ કરી હોવાનું કાબુલ કર્યું હોવાનું દાહોદ પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે.
હાલ આ ત્રણે આરોપીઓને દાહોદ પોલીસ દ્વારા આ ત્રણે આરોપીઓને ₹4 લાખના મુદ્દામાલના 40 કાર્ટૂન સાથે અટક કરી અને આગળની તાપસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here