દાહોદ જિલ્લાના ફતેપુરાના સા. આ. કેન્દ્રમાં ધારાસભ્ય રમેશ કટારા હસ્તે રીબીન કાપી કોવિડ 19 વેક્સિનેશન આપવાનું કરાયું ઉદ્દઘાટન

0
174

 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

  • પ્રથમ વેક્સિનેશન કોરોના વોરીયરર્સ ડૉ.આર.કે રાઠવા સાહેબને આપવામાં આવ્યું.
  • ઇન્ટ્રા મસ્ક્યુલર પદ્ધતિથી રસી આપવામાં આવી.
સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી પીડાઈ રહ્યું છે ત્યારે ભારતમાં કોરોના સામે માનવ જાતને સલામત રાખવા માટે આજે તા.૧૬/૦૧/૨૦૨૧ ને શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે દેશના અલગ અલગ રાજ્યમાં કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા વેક્સિનેશન આપવાનું શુભ આરંભ થઇ રહ્યો છે, ત્યારે ફતેપુરા તાલુકામાં પણ પહેલા તબક્કાના વેક્સિનેશન માટે ફતેપુરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. તે પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર પરમાર સાહેબ, મામલતદાર કચેરીનો સ્ટાફ, તાલુકા – જિલ્લા એપ્રોચ અધિકારી, જિલ્લા મેલેરીયાના અધિકારી, ફતેપુરા સરપંચ કચરૂભાઈ પ્રજાપતિ, P.S. I. સી.બી. બરંડા, તાલુકા સભ્ય શૈલેષભાઈ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ દિલીપભાઇ તેમજ મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ રસી સામુહિક આરોગ્ય કેન્દ્રના અધ્યક્ષ ડો.રીતેશભાઈ રાઠવાના નામનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તેઓને આ મહામારી સામે રક્ષણ આપનારી રસીનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. આ રસી આવતા ફતેપુરાના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here