દાહોદ જિલ્લાના ફતેપુરાની તાલુકા પંચાયતમાં બીજેપીનો ભગવો લહેરાયો

0
372

  • ફતેપુરા તાલુકા પંચાયતની 28 સીટો પૈકી 23 સીટ ભાજપને ફાળે ગઈ, કોંગ્રેસ ના ફાળે 03 સીટ અને અપક્ષ પણ 02 સીટ મેળવવામાં સફળ રહી.

તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની 6 સીટો પૈકી બધી જ સીટ ઉપર ભાજપનો ભગવો લહેરાયો.

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી હતી ત્યારે ફતેપુરા તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો હતો. ફતેપુરા તાલુકાના તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ગણતરી ફતેપુરા આઈ.કે. દેસાઇ હાઈસ્કુલના સંકુલમાં ગણવામાં આવી હતી. તે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફતેપુરા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ફતેપુરા PSI સી.બી. બરંડા દ્વારા પેટ્રોલિંગ કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન આયોજન કર્યું હતું.

ફતેપુરા તાલુકા પંચાયતની 28 સીટો પૈકી ભાજપને ફાળે 23 સીટ ગઈ હતી જ્યારે કોંગ્રેસના ફાળે 03 સીટ ગઈ હતી જ્યારે અપક્ષના ફાળે 02 સીટ ગઈ હતી. આમ ફતેપુરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જતા ભાજપ પૂર્ણ બહુમત સાથે કેસરિયો લહેરાયો હતો. પોલીસના સંપૂર્ણ તકેદારી અને બંદોબસ્તને આધીન શાંતિપૂર્ણ ગણતરી પૂર્ણ થઈ હતી. ફતેપુરા તાલુકા પંચાયતમાં વિજેતા જાહેર થયેલા ઉમેદવારોના નામ આ પ્રમાણે છે. :

  1. બારસાલેડા – ઉષાબેન પ્રહલાદભાઈ પારગી – BJP,
  2. ભીચોર – અશ્વિનભાઈ હકરાભાઈ – BJP,
  3. મોટી ઢઢેલી – રાકેશભાઈ છગનભાઈ પારગી – BJP,
  4. મોટીરેલ – વિજયભાઈ ધુળાભાઈ કટારા – BJP,
  5. છાલોર – પારગી નાથુભાઈ હુકાભાઈ – BJP,
  6. ધુધસ – ભરતભાઈ મગનભાઈ પારગી – BJP,
  7. વાંગડ – રમીલાબેન દિનેશભાઈ પારગી – BJP,
  8. કરમેલ – રાજેશભાઈ મથુરભાઈ પારગી – BJP,
  9. વટલી – હંસાબેન સુરેશભાઈ વસૈયા – BJP,
  10. ડબલારા – સમૂડીબેન વિક્રમભાઈ ડામોર – BJP,
  11. હડમત – કમળાબેન તેરસીંગભાઇ મછાર – BJP,
  12. ગવા ડુંગરા – શીતલકુમારી ભરતભાઈ – BJP,
  13. મોટાનટવા – ધીરાભાઈ હીરાભાઈ ચરપોટ – BJP,
  14. ભોજેલા – સહનબેન મુકેશભાઈ બારીયા – BJP,
  15. નીનકા પૂર્વ – તેજુડીબેન કાળુભાઈ મછાર – BJP,
  16. કંથાગર – મિનેષભાઈ સુરસીંગભાઈ બારીયા – BJP,
  17. મારગાળા – સુરેખાબેન સુક્રમભાઈ ભાભોર – BJP,
  18. ડુંગર – પર્વતભાઈ જગદીશભાઈ તાવિયાડ – BJP,
  19. સાગડાપાડા – કિરીટભાઈ પારસીંગભાઈ ગરાસીયા – BJP,
  20. ફતેપુરા – કાંતિભાઈ રૂપાભાઈ ચામાર – BJP,
  21. સુખસર – જયક્રિષ્નાબેન અંકુરભાઇ પટેલ – BJP,
  22. કરોડિયા પૂર્વ – જયાબેન મુકેશભાઈ પારગી – BJP અને
  23. લીંબડીયા – સરલાબેન રતનસિંહ ડીંડોર – BJP
  24. ઈટા – સરલાબેન કનુભાઈ પારગી – અપક્ષ,
  25. જવેસી – ગીતાબેન નરેન્દ્ર ભાઈ ડામોર – અપક્ષ. અનુ. નંબર 24 અને 25 એ બે તાલુકા પંચાયત અપક્ષને ફાળે ગઈ હતી અને ત્યારબાદ અનુ. નંબર 26, 27 અને 28 કે જે કોંગ્રેસના પાલામાં ગઈ હતી. જે નીચે પ્રમાણે છે.
  26. લખણપુર – રજનીકાંબેન ઘનશ્યામભાઈ મછાર – કોગ્રેસ.
  27. રૂપાખેડા – પારુલબેન રમેશભાઈ ડામોર – કોગ્રેસ તથા
  28. સલરા – રતનબેન રમણભાઈ નિસરતા – કોગ્રેસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here