દાહોદ જિલ્લાના ફતેપુરાના ટ્રાયબલ યુવાને UPSC ક્લિયર કરી વધાર્યું દાહોદ જિલ્લાનું ગૌરવ

0
53

દાહોદ જિલ્લાને આમ તો આદિવાસી જિલ્લા તરીકે ગણવામાં આવે છે અને જિલ્લાની છાપ પછાત જિલ્લા તરીકેની છે, પરંતુ દાહોદ જિલ્લો પણ વિકાસમાં હવે બધી રીતે હરણફાળ ભરતો હોય તેવો ધરાતલ પર જોવાઈ રહ્યું છે. અને તેનું જ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા ગામના જાંબુખંડ વિસ્તારમાં રહેતા યુવાન કેયુર પારગી એ સાબિત કરી બતાવ્યું છે. કેયુર પારગી એક ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા અને તેઓના માતા પિતા પણ પોતે વ્યવસાય શિક્ષક હતા અને પોતે શિક્ષક હોય માતા પિતાએ બે પુત્રો અને પુત્રીને સારું શિક્ષણ આપવા માટે પહેલેથી કમર કસી હતી જેના ભાગરૂપે કેયુર પારગી 12 માં ધોરણનો પોતાનો અભ્યાસ જવાહર નવોદય વિદ્યાલય માંથી સારા માર્ક્સ સાથે પાસ કરી અને IIT રૂરકીમાંથી તેમને ગ્રેજ્યુએશન કર્યું હતું

ગ્રેજ્યુએશન કર્યા પછી તેઓ રાજસ્થાન ખાતે એક કંપનીમાં સર્વિસમાં જોડાયા હતા અને બે વર્ષ સર્વિસ કર્યા બાદ તેઓને 2020 માં અચાનક સિવિલ સર્વિસીસમાં જોડાવાનો મોંહ જાગ્યો અને તેમને થયું કે મારે મારા માટે કંઈક કરવું જોઈએ તો તેમને નોકરી છોડી અને સિવિલ સર્વિસિસની એક્ઝામની તૈયારીઓ શરૂ કરી અને તેમને પહેલા અટેમ્પ્ટમાં તેઓએ છ જ મહિનામાં પરીક્ષા આપી હતી જેના કારણે તેઓ સક્સેસ થયા ન હતા અને બીજા ટાઈમમાં માત્ર એક માર્કથી તેઓ UPSC ક્લિયર ન કરી શક્યા હતા. ત્યારબાદ ત્રીજા અટેમ્પમાં તેમને પૂરેપૂરી તૈયારી કરી અને જાતે જ પોતે વાંચી અને તૈયારીઓ કરતા હતા અને તેઓએ ટેસ્ટ માટેની કોચિંગ ક્લાસીસ અટેન્ડ કરી હતી. જેના ભાગરૂપે પોતાના અથાગ પ્રયાસો મહેનત લગન અને પોતાની ધગસના કારણે તેઓએ આ વખતે આપેલી UPSC એક્ઝામમાં તેઓ 867 નંબરે પાસ કરી હતી અને તેઓએ માત્ર તેમના ફતેપુરા ગામનું જ નહીં પણ દાહોદ જિલ્લાની સાથે સાથે ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું હતું અને ખાસ કરીને ટ્રાઇબલ કોમ્યુનિટી માટે તેઓએ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ગવર્મેન્ટ શાળામાંથી ભણીને પણ UPSC જેવી કઠિન પરીક્ષાઓ આપણે પાસ કરી શકીએ છીએ અને IIT રૂરકીમાં ભણી શકીએ છીએ તેવો દાખલો દાહોદ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે તેમને પૂરો પાડ્યો હતો.

વધુમાં તેમને જણાવ્યું હતું કે UPSC ની પરીક્ષા આપવા માટે તેઓએ જ્યારે પહેલી વખત નોકરી છોડવાની વાત કરી તો તેમના પિતા એક વખત તો વિચારમાં પડી ગયા હતા અને નોકરી છોડી અને પરીક્ષા આપવી કે કેમ તે અસમંજસની સ્થિતિમાં આવી ગયા, હતા પરંતુ કેયુરભાઈ પોતે મક્કમ હોય અને મારે પરીક્ષા આપવી જ છે અને હું ક્લિયર કરીશ તેવો વિશ્વાસ તેમના પિતાને અપાવ્યો હતો અને જેના કારણે તેમના પિતા તેમની આ વાત સાથે સંમત થયા અને તેમને નોકરી ત્યાગ કરી અને તેઓ UPSC ની પરીક્ષાની તૈયારી કરવા માટે દિલ્હી ગયા હતા. તેમને બીજું એવું પણ જણાવ્યું હતું કે તેમની માતાનો પણ તેમને ખૂબ મોરલ સપોર્ટ રહ્યો છે, નાનપણથી પોતાને ભણવાની ધગશ હોવાનું તેમના પિતા એ જણાવ્યું હતું મને મારા મિત્રોએ પણ બધી રીતે સપોર્ટ કર્યો છે જેના કારણે હું આજે આટલો સક્સેસ થયો છું અને UPSC ક્લિયર કરી શક્યો છું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here