દાહોદ જિલ્લાના ફતેપુરામાં વહીવટી તંત્ર અને સરપંચ દ્વારા લોકડાઉન જાહેર કરાતા વેપારીઓ અને પબ્લિકમાં રોષ

0
465

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

દાહોદ જિલ્લાના ફતેપુરા અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમા કોરોનાના કેસો વધુ થઈ રહ્યા છે એ બાબતે વહીવટીતંત્ર અને સરપંચ દ્વારા ફતેપુરામાં આવતીકાલથી એટલેકે તારીખ 6 એપ્રિલ થી 15 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ બાબતે માઈકમાં એલાઉન્સ થયા પછી ગ્રામજનો અને નાના વેપારીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. વેપારીઓના જણાવ્યા અનુસાર તેઓનું કહેવું છે કે સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૧:૦૦ વાગ્યા દરમિયાન દુકાનો ચાલુ રાખવી તો તેમાં વધુ પડતું સંક્રમણ થશે. લોકો ગામડાના અને બજારના ખરીદી કરવા માટે વધુ ઉમટી પડશે અને વધુ ભીડ થશે અને બીજું પાસું જોતા હાલ નાના વેપારીઓની પરિસ્થિતિ દુકાનોના ભાડા ભરવા ઘર ખર્ચ કાઢવા માટે બહુ મુશ્કેલીઓ પડે છે, તો આ વ્યાજબી ગણાય નહીં અને સરકારની ગાઇડ લાઇન મુજબ સરકાર લોકડાઉન બાબતે સખત શબ્દોમાં લોકડાઉન નહીં કરવામાં આવે તેવું જણાવેલ છે. ત્યારે આ નાના ગામડાઓમાં ઉચ્ચકોટિના વિચારધારાવાળા તેમજ મોટા વેપારીઓ દ્વારા વધુ પડતો સ્ટોક કરી અને વધુ ભાવ લેવા માટે નો આ કીમિયો છે, તેવુ નાના વેપારીઓ અને પ્રજાજનો જણાવી રહ્યા છે. બીજુ કોરોના પોઝિટિવ કેશો કે જેઓને હોમ કોરનટાઈન કરવામાં આવે છે તેઓની ચકાસણી અને જરૂરિયાત માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી જેથી કરી પોઝિટિવ કેસો હોય છે તેઓ જાતે જ બજારની અંદર ખરીદી કરવા નીકળી પડે છે અને એ બાબતે તંત્ર બહુ જ નિષ્ક્રિય છે. જેથી કરી ફતેપુરાની અંદર કેસો વધી રહ્યા છે તેવી લોકો દ્વારા અને પોઝિટિવ કેસો દ્વારા જણાવવામાં આવ્યું હતું. એક બાજુ ગામમાં અમુક લોકો દ્વારા સરકારી જગ્યાઓમાં આડેધડ દબાણ કરી લીધેલ છે તો તેમના ઉપર તંત્ર કે સરપંચ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. અને આવી રીતે અચાનક લોકડાઉન જાહેર કરી નાના વેપારીઓના વેપાર ધંધાને નુકશાન થાય છે તે બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવી રીતે અચાનક લોકડાઉન જાહેર ન કરવા માટે ગામલોકોએ મૌખિકમાં સરપંચ જોડે ચર્ચાઓ કરવામાં આવી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here