દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના તલાટી કમ મંત્રી મંડળના વણઉકેલ્યા પ્રશ્નોના નિરાકરણ માટેના રાજ્ય મંડળના આદેશ મુજબ એક દિવસ સીએલ ઉપર ઉતરી વિરોધ દર્શાવ્યો હતો
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયત ઓફિસ આગળ એક દિવસની માસ સી.એલ.નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં ફતેપુરા તાલુકાના તલાટીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તલાટીઓની માગણીઓને સરકાર સંતોષે તેવી માંગ કરવામાં આવી હતી તલાટી એક દિવસની સી.એલ. પર ઉતરી જતા વહીવટી કામ રોકાયેલા હતા. તલાટીઓની માગણીઓ જેમાં ગ્રેડ પે સુધારણા, સતત ચાર પાંચ છ રદ કરવી 2006 ના બદલે 2004 થી ભરતી થયેલ સળંગ નોકરી નવા ભરતી થયેલા ઓને પેન્શન પદ્ધતિ દાખલ કરવી હાલમાં તલાટી આર્મી ની ભૂમિકા ભજવી બેથી ત્રણ ગામોનો ચાર્જ પણ સંભાળે છે અને સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડે છે તલાટી-કમ-મંત્રી દ્વારા પગાર અને બઢતી બાબતે વહીવટીતંત્ર સામે કેટલીએ વાર રજૂઆતો કરાઈ છે છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ ઉકેલ લેવામાં આવેલ નથી થોડા દિવસો પહેલા તલાટી કમ મંત્રીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો છતાં પણ સરકાર દ્વારા કોઈ ઉકેલ નહીં આવતાં રાજ્ય તલાટી મંત્રી સંગઠન દ્વારા એક દિવસનું માસ એલ એલાન પેટે આજે ફતેપુરા તાલુકાના તલાટી મંત્રીઓ રજા ઉપર ઉતરી ગયા છે અને વારંવાર રજૂઆતો નો કોઈ ઉકેલ ના આવતા તાલુકા પંચાયત ખાતે આ પગલું ભરી સરકારશ્રીને આંદોલન જેવું હથિયાર બતાવ્યું હોય તેવું જણાય રહેલ છે