દાહોદ જિલ્લાના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામા આવી રહી છે. દાહોદ જિલ્લામાં વસ્તી પ્રાથમિક શાળા અને દાભડા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
દાહોદ જિલ્લાના વસ્તી પ્રથમિક શાળા ખાતે ધો. – ૧ માં પ્રવેશ પામનાર કુમાર – ૧૩ અને કન્યા – ૧૭ મળી કુલ – ૩૦ બાળકો અને બાલવાટિકામાં કુમાર – ૧૧ અને કન્યા – ૧૬ મળી કુલ – ૨૫ ભુલકાંઓને પ્રવેશ કરાવ્યો હતો. જયારે દાભડા પ્રાથમિક શાળા ખાતે ધો. – ૧ માં પ્રવેશ પામનાર કુલ – ૮ બાળકો અને બાલવાટિકામાં કુલ – ૧૪ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.