દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં “શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ શ્રેત્ર નિધિ સમર્પણ અભિયાન” અંતર્ગત કાર્યલયનું ઉદ્ઘાટન તા. ૨૨/૦૧/૨૦૨૧ ને શુક્રવાર ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં RRS માંથી જિલ્લા સહકાર્યવાહ સંજયભાઈ ચૌહાણ તથા જિલ્લા બાલ પ્રમુખ ગોપસીંગભાઈ પટેલ તથા સંજેલી તાલુકા કાર્યવાહ તથા અભિયાન સંયોજક અને કારસેવક વિજયસિંહ રાહુલજીનું સન્માન કરી કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું હતું તેમજ “શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ શ્રેત્ર નિધિ સમર્પણ અભિયાન” અંતર્ગત ત્યાં ઉપસ્થિત સૌને તે વિશે સમજ આપવામાં આવી હતી.
