THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ભારતના ચૂંટણી પંચે દાહોદ જિલ્લાના તમામ વિધાનસભાની સીટ ઉપર આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ માં પોલીસ નિરીક્ષક તરીકે સતીશ કુમાર ગજભીએ (I.P.S.) ની નિયુક્તિ કરી છે. તેઓ તા.૧૫/૧૧/૨૦૨૨ ના રોજ દાહોદમાં પધારેલ છે અને હાલ તેઓ દાહોદ સર્કિટ હાઉસમાં રોકાયેલ છે.
વિધાનસભા – ૨૦૨૨ ના ઈચ્છુક ઉમેદવારોમાંથી કોઇને કોઇ વ્યક્તિ દ્વારા ડરાવવામાં આવે અથવા ધાકધમકી આપવામાં આવે અથવા અન્ય કોઇ માધ્યમથી નામાંકન ભરવાથી અટકાવવામાં આવે તો તેવા ઉમેદવારે પોલીસ નિરીક્ષકનાઓના મોબાઇલ નંબર 8849397265 તથા લેન્ડ લાઇન નંબર (02673) 249276 પર સંપર્ક કરી શકશે અથવા તેઓને રુબરુ દાહોદ સર્કિટ હાઉસ ખાતે મળી શકશે.