દાહોદ જિલ્લાની દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીયા નગર પાલિકાને વિકાસ કામો માટે ₹.૩.૧૨ કરોડની ગ્રાંટ મળી

0
98

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ નગર પાલિકાને ₹.૧,૫૦,૦૦,૦૦૦/-, ઝાલોદ નગર પાલિકાને ₹.૧,૧૨,૫૦,૦૦૦/- અને દેવગઢ બારિયા નગર પાલિકાને ₹.૫૦,૦૦,૦૦૦/- લાખના ચેક અર્પણ
ગુુુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંવેદનશીલ નેતૃત્વની ગુજરાત સરકારને ચાર વર્ષ પૂર્ણ થવાની સાથે દાહોદ જિલ્લાની ત્રણ નગર પાલિકાને વિકાસ કામ કરવા માટે ₹.૩,૧૨,૫૦,૦૦૦/- રકમની ગ્રાંટ મળી છે. રાજ્યની નગર પાલિકાઓને ₹.૧૦૬૦/- કરોડથી વધુની ગ્રાંટ આપવા માટે ઓનલાઇન યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગરજનોની જરૂરિયાત મુજબ હોલિસ્ટિક એપ્રોચ સાથે વિકાસ કામો હાથ ધરવા શીખ આપી છે. દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેની આ ઓનલાઇન કાર્યક્રમમાં રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોર અને કલેક્ટર વિજય ખરાડી સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉક્ત કાર્યક્રમમાં પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, પહેલા એવો સમય હતો કે, મહા નગર પાલિકા કે નગર પાલિકાને પ્રાથમિક સુવિધાના કામો કરવા માટે પણ બીજી સંસ્થાઓ પાસેથી લોન લેવી પડતી હતી. હવે, આ સરકારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શહેરી વિકાસનું અભિયાન શરૂ કર્યું હતું. આજે તેના પરિણામો જોવા મળી રહ્યા છે. મહાનગરો અને નગરો સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધ્યા છે. શહેરી વિકાસ વિભાગનું બજેટ ઉત્તરોત્તર વધાર્યું છે.

વિજય રૂપાણીએ શહેરોમાં પીવાના પાણી, રસ્તા, આરોગ્ય, લાઇટ, શિક્ષણની ઉત્તમ સુવિધા આપવામાં આવી હોવાનું કહી ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાંટમાંથી વિકાસ કાર્યો કરવાનું આયોજન સમયસર થાય અને ઉત્તમ ગુણવત્તાયુક્ત કાર્ય થાય એ જરૂરી છે. દાહોદ ખાતેના કાર્યક્રમમાં કલેક્ટર વિજય ખરાડીએ રૂપરેખા આપ્યા બાદ રાજ્યમંત્રી અને સાંસદના હસ્તે દાહોદ નગર પાલિકાને ₹.૧,૫૦,૦૦,૦૦૦, ઝાલોદ નગર પાલિકાને ₹.૧,૧૨,૫૦૦૦૦ અને દેવગઢ બારિયા નગર પાલિકાને ₹.૫૦ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ વેળાએ ઝાલોદ ધારાસભ્ય ભાવેશ કટારા, દાહોદ નગર પાલિકા પ્રમુખ અભિષેક મેડા, પદાધિકારી વિનોદ રાજગોર, નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે સહિત મુખ્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here