દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ઉપર ન્યાયાધીશ તેમજ વકીલો પક્ષકારો સ્ટાફે શપથ લીધા હતા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ફતેપુરા ખાતે તાલુક લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે ફતેપુરા કોર્ટના ન્યાયાધીશ સાહેબ એ.એ. દવે તથા લીગલ અસિસ્ટન્સ ડી. બી. સોલંકી તથા કોર્ટનો તમામ સ્ટાફ ગણ વકીલો પી. એમ કલાલ પી.સી.પંચાલ સી. એસ. પારગી શબ્બીર સુનેલ વાલા તેમજ પક્ષકારો ની ઉપસ્થિતિ રહ્યા હતા અને તમામે ભારત દેશના નાગરિક તરીકે ઈમાનદારી અને પ્રતિજ્ઞા લીધી હતી
ત્યાબાદ ફતેપુરાના જજ શ્રી અને ચેરમેન એ એ દવે સાહેબ ભ્રષ્ટાચાર વિરોધી દિવસ નિમિત્તે વક્તવ્ય આપી લોકજાગૃતિનું કાર્ય કરેલું હતું અને પ્રતિજ્ઞા લીધી હતી મારા જીવનમાં ઈમાનદારી અને ન્યાય નો પાલન કરીશ કોઈ દિવસ લાંચ લઈશ નહિં અને લાંચ આપીશ નહિતેવી રીતે સાત મુદ્દાઓની પ્રતિજ્ઞા લેવામાં આવેલ હતી