દાહોદ જિલ્લામાં કોરોનાનો હાહાકાર યથાવત, આજે કુલ 33 વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જાહેર થયા, કુલ એક્ટિવ કેસની સંખ્યા 356 થઈ

0
302

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જીલ્લામાં આજે તા. 31/07/2020 ને શુક્રવાર ના રોજ 14 વ્યક્તિઓના કોરોના પોઝીટીવનો વિસ્ફોટ થયાની જાહેરાતની સાથે શહેર સહીત જિલ્લામાં ખળભટળાટ ફેલાઈ ગયો હતો. ત્યારે આ 14 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ આવવાના થોડા જ વખત માં બીજી 19 વધુ વ્યક્તિઓનો રેપિડ ટેસ્ટ પોઝીટીવ આવતા આજ રોજ કુલ 33 વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવેલ છે. દાહોદ જિલ્લામાં ગત 24 કલાકમાં કુલ 164 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનો આજે રિપોર્ટ આવતા કુલ 150 વ્યક્તિઓના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને 14 વ્યક્તિઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, ત્યારબાદ આજે રેપિડ ટેસ્ટમાં કુલ 115 વ્યક્તિઓના સેમ્પલના રિપોર્ટ આવતા તેમાં 19 વ્યક્તિઓના સેમ્પલનો રેપિડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને આ રેપિડ ટેસ્ટ ના રિપોર્ટ આવતા કુલ આંકડો ૫૮૬ પર પહોંચી ચુક્યો છે. અને એક્ટીવ કેસોની સંખ્યા વધીને 356 પર પહોચી ચુકી છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ 04 વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે કુલ 30 વ્યક્તિઓ મળીને કુલ ૩4 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ બહુ વધી રહ્યું હોય તેમ બની જણાઈ રહ્યું છે. દાહોદ જિલ્લામાં કોરોના મહામારીએ અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરતાં અનલોક – 2 ના શરૂ થયાના દિવસથી આજ દિન સુધીમાં સંખ્યા બંધ કેસોમાં વધારો થતાં દાહોદ જિલ્લામાં લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો છે. અને લોકો પોતાની દુકાન, વેપાર જાતે જ બપોરના 01:00 વાગ્યાથી 02:00 વાગ્યા સુધીમાં બંધ કરી પોતાના ઘરે જતાં રહે છે.

THIS NEWS IS POWERED BY –– PHONE WALE

આ ઉપરાંત દાહોદ જીલ્લામાં કોરોના મહામારીના ઉપદ્રવને કારણે શહેરની 1800 ઉપરાંત ગળી, ફળિયાને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયાં છે. આજ રોજ દાહોદ જીલ્લામાં પોઝીટીવ જાહેર થયેલ વ્યક્તિઓમાં (1) ભાટીયા ઝેહરાબેન મુર્તુઝા, ઉ.વ. 36 વર્ષ, રહે. સુજાઈ બાગ, દાહોદ, (2) કુસુમબેન રમેશચંદ્ર શેઠ, ઉ.વ. 60 વર્ષ, રહે. રામનગર સોસાયટી, દાહોદ, (3) હિંમ્મતલાલ પિતાંબરદાસ ડાભી ઉ.વ. 76 વર્ષ, રહે. રામનગર સોસાયટી, દાહોદ, (4) હસનભાઈ નજમ્મુદ્દીન મુલ્લામીઠાવાલા, ઉ.વ. 64 વર્ષ, રહે. નજીમી મહોલ્લા, દાહોદ, (5) જ્યોતિબેન વસંતલાલ સોલંકી, ઉ.વ. 38 વર્ષ, રામનગર સોસાયટી, દાહોદ, (6) વિદ્યાબેન વસંતલાલ સોલંકી, ઉ.વ. 62 વર્ષ, રહે. રામનગર સોસાયટી, દાહોદ, (7) ઉપેન્દ્રકુમાર વસંતલાલ સોલંકી, ઉ.વ. 36 વર્ષ, રહે. રામનગર, દાહોદ, (8) વસંતલાલ રતનસિંગ સોલંકી, ઉ.વ. 70 વર્ષ, રહે. રામનગર સોસાયટી, દાહોદ, (9) શકુંતલાબેન નિલેશકુમાર પરમાર, ઉ.વ. 48 વર્ષ, રહે. દરજી સોસાયટી, દાહોદ, (10) અકબર ફકરૂદ્દીન કુતરવડલીવાલા, ઉ.વ. 59 વર્ષ, રહે. તૈયબી સોસાયટી, દાહોદ, (11) દીપક રામપાલ ઠાકુર, ઉ.વ. 23 વર્ષ, ઇંદૌર હાઈવે, દાહોદ, (12) દિલીપભાઈ વિરસીંગભાઈ કટારા, ઉ.વ. 50 વર્ષ, રહે. જેસાવાડા, તા.ગરબાડ, જી. દાહોદ, (13) પ્રવીણ સબુરભાઈ ડામોર, ઉ.વ. 20 વર્ષ, રહે. કાળાપીપળ, ભુરીયા ફળીયા, (14) અબ્દુલ કે. શેખ, ઉ.વ. 26 વર્ષ, રહે. શીવ રેસીડેન્સી, પીપલોદ,તા. દેવગઢ બારીયા, જી. દાહોદનાઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યાની માહિતી મળ્યાની થોડી વારમાં આરોગ્ય તંત્ર દ્વારા વધુ 19 કોરોના પોઝીટીવ દર્દીઓ વધુ આવ્યા હોવાના સમાચાર સાથે જ આજનો કુલ પોઝીટીવ દર્દીઓનો આંકડો 33 ઉપર પહોંચી ગયો હતો. ઉપરોક્ત 33 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા જ આ દરેક ની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્ક માં આવેલ છે. તેની માહિતી એકત્ર કરવા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર આ કાર્યમાં જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેંટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેતાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આજ રોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં કુલ  – 11, ગરબાડા તાલુકામાં – 01 અને દેવગઢ બારિયા તાલુકામાં 02 વ્યક્તિ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા 586 થઈ છે અને સરકારી ગાઈડ લાઇન મુજબ કુલ 196 વ્યક્તિઓ સાજા થઈ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા કુલ 356 પર પહોચી ગઈ અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો 04 અને અન્ય બીમારીને કારણે કુલ 30 વ્યક્તિઓ મળીને કુલ ૩4 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here