દાહોદમાં “ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા” ના બીજા દિવસે કેન્દ્રીય રાજ્ય મંત્રી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ભારતી પવાર જોડાયા.
ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ની અધ્યક્ષતામાં ઉનાઈ થી અંબાજી “ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા” શરૂ કરાઇ હતી. તે ગઈ કાલે દાહોદ પહોંચી હતી અને ત્રણ વિધાનસભા વિસ્તારમાં ફરી હતી. જ્યારે આજે સવારે આ યાત્રાનાં બીજા દિવસની શરૂઆત દાહોદ શહેરના વિશ્રામ ગૃહ ખાતેથી થઈ હતી અને પહેલા ઝાલોદ વિધાનસભાના લીમડી ગામે જંગી જાહેરસભા યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી ભારતી પાવરએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે હું ભૂતાન ગઈ હતી ત્યાં WHO ની મિટિંગમાં બધા દેશો કોરોનામાં પોત પોતાની વેક્સીનેશનનો રિપોર્ટ આપતા હતા અને પછી ભારતનો વારો આવ્યો ત્યારે મે કહ્યુ કે અમે 219 કરોડ વેક્સિનેશન કર્યા ત્યારે બીજા બધા દેશો એક તરફ અને ભારત એક તરફ. આમ વિશ્વ ફલક ઉપર ભારતની આ તાકાત છે. જેના માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાત દિવસ કામ કરી રહ્યા છે. અને દેશના લોકો માટે કોઈ કામ નથી કર્યા એમને લોકોએ વોટ આપવાના નથી. મે જોયુ છે ગુજરાત રાજ્યમાં ગામે ગામ વિકાસ થયો છે. પછી તે આરોગ્ય ક્ષેત્રે હોય, શિક્ષણ ક્ષેત્રે હોય કે ઉદ્યોગ ક્ષેત્રે. તમામ મુદ્દે હું જોતી આવી છું કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાત વિકાસની નવી હરણફાળ ભરી રહ્યું છે અને હવે તો ડબલ એન્જિનની સરકાર કામ કરી રહી છે. જેથી મને વિશ્વાસ છે કે “એક બાર ફિરસે ગુજરાત મેં કમલ ખીલેગા”
આ યાત્રામાં કેન્દ્રીય રાજ્ય મંત્રીની સાથે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર, મહામંત્રી નરેન્દ્ર સોની, અંબાજીના સાંસદ રમીલાબેન બારા, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને ત્યારબાદ આ યાત્રા લીમડી થી ઝાલોદ, સુખસર, સંજેલી થઈ સિંગવડ અને ત્યાંથી ચૂંદડી થઈ પંચમહાલ જવા રવાના થશે. આ યાત્રાને દાહોદ જિલ્લામાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.