Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં ભાજપના મંડળ પ્રમુખની નિમણૂક અંગેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, ચૂંટણી અધિકારી...

દાહોદ જિલ્લામાં ભાજપના મંડળ પ્રમુખની નિમણૂક અંગેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલએ દાહોદ કમલમ ખાતે યોજી પત્રકાર પરિષદ

દાહોદ જિલ્લાના તમામ મંડળના પ્રમુખો માટે જિલ્લામાં બુથ પ્રમુખો ની નિમણૂક પછી કમર કસી છે ત્યારે ભાજપ હવે મંડળ ને કેન્દ્ર નહીં પણ બુથ ને કેન્દ્ર ગણે છે તેવું યોગેન્દ્ર સિંહ ગોહિલ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. તદુપરાંત તેઓએ જણાવ્યું હતું કે 12 મંડળોની જવાબદારી માટે પ્રમુખના હોદ્દા માટે 94 ફોર્મ જિલ્લામાંથી આવ્યા છે

આ બાબતે વધુ માહિતી આપતા ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ એ જણાવ્યું કે ભાજપના મોવડી મંડળ ધ્વારા આ વખતે મંડળ પ્રમુખ ન હોદ્દા માટે 45 વર્ષ અને તેથી ઓછી વય ને ટિકિટ આપવાનો ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે તેનાથી કાર્યકર્તાઓમાં અને લોકોમાં પણ ખુશી છે કે પાર્ટી યંગ લીડરશીપ ને પ્રમોટ કરશે જેના કારણે આટલા ફોર્મ ભરાયા છે વધુમાં જિલ્લામાં દરેક મંડળમાં ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલ, અરજણભાઇ રબારી, અને સહાયક જિલ્લા ચૂંટણી અધિકારી નીરવ અમીન , ભરત શ્રીમાળી તથા દીપેશ લાલપુરવાલા જિલ્લામાં નિમણૂક અંગે ની સેન્સ પ્રક્રિયામાં મુલાકાત લઈ અને કાર્યકર્તાઓ ને સાંભળ્યા હતા

આજે દરેક મંડળમાં આ જવાબદારીઓ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અને મહામંત્રી નરેન્દ્ર સોની ની ઉપસ્થિતિમાં પૂર્ણ થઈ છે અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ ધ્વારા સેન્સ પ્રક્રિયા પછી તમામ માહિતી ગુજરાત પ્રદેશ મોવડી મંડળ ને મોકલી આપવામાં આવશે અને ત્યાર પછી પ્રદેશ ભાજપ આ અંગે નિર્ણય કરી ને જાહેરાત કરશે.

Byte – યોગેન્દ્રસિંહ ગોહિલ ચૂંટણી અધિકારી દાહોદ જીલ્લો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments