દાહોદ જિલ્લામાં માઈક, લાઉડ સ્‍પીકર ડી.જે. (ડીસ્‍ક જોકી) સીસ્‍ટમ સરઘસો અને રેલીઓ પર પ્રતિબંધિત હુકમો ફરમાવાયા

0
597

EDITORIAL DESK – DAHOD

 

ધાર્મિક તથા સામાજિક સમારોહો માટે સરઘસો અને રેલીઓ ભુતકાળમાં જ્યારે નિકળતી હતી. ત્‍યારે સદરહુ રેલીઓ અને વરઘોડાઓ પ્રસંગને અનુરૂપ જે ગરીમા હોવી જોઈએ તે રીતે પ્રસંગ પ્રમાણે વાજીંત્ર અને લયબદ્ધ સંગીતની કર્ણપ્રિય ધુનો વાતાવરણને ભાવ અને લયના મૃદુ તરંગોથી તરબોળ કરી દેતી હતી. પરંતુ હવે જ્યારે જિલ્‍લાની જીવનશૈલી અને જીવનની ગુણવત્તાનું સ્‍તર ઘ્‍વનિ, વાયુ અને ગીચતાના પ્રદુષણથી સંપૂર્ણપણે ત્રસ્‍ત થયું છે, તે સંજોગોમાં ધાર્મિક અને સામાજિક પ્રસંગોની રૂઢિગત પ્રણાલિકા વિરૂદ્ધ આવા વરઘોડાઓમાં અમુક વર્ષોથી ઘ્‍વનિની તિવ્રતાનો આંક વટાવી દઈ તમામ માપદંડોને તોડી નાખ્‍યા છે. આ ઘ્‍વનિ પ્રદુષણને અંકુશમાં લાવવા સારું અને જાહેર જનતાના જીવનધોરણની ગુણવત્તાની જાળવણી માટે નામદાર સુપ્રિમ કોર્ટે જે નિર્દેશો આપ્‍યા છે. તેમજ એન્‍વયારમેન્‍ટ પ્રોટેકશન એકટ-૧૯૮૬ના વિભિન્ન પ્રાવધાનોની જાળવણી અને અમલવારી જાહેર જનતાના જીવનધોરણની ગુણવત્તા માટે જરૂરી બની રહે છે. આ સરઘસો રેલીઓ અને વરઘોડા માઈક, લાઉડ સ્‍પીકર તથા ડી.જે. (ડીસ્‍ક જોકી) સીસ્‍ટમ વગાડનારાઓ લાંબા સમય સુધી જાહેર માર્ગો પર ઉભા રહી ટ્રાફિકને અડચણ કરી ટ્રાફિક જામ કરે છે અને વધુ ઘ્‍વનિ તિવ્રતાથી મોટા કર્ણભેદી અવાજે ઘોંઘાટમય સંગીત ગીતો સાથે રેલાવી વિદ્યાર્થીઓના અભ્‍યાસમાં, દર્દીઓના આરામમાં, સિનિયર સીટીઝન અને લોકોના સ્‍વાસ્‍થ્‍યને નુકશાન કરી / કરાવી તબીબોના કામમાં ખલેલ પહોંચાડે છે. તેમજ માઈક, લાઉડ સ્‍પીકર તથા ડી.જે. (ડીસ્‍ક જોકી) સીસ્‍ટમના અનિયંત્રિત પ્રયોગથી કોમી દ્રષ્‍ટિએ સંવેદનશીલ વિસ્‍તારોમાં સાંપ્રદાયિક અથડામણોના બનાવો પણ બનેલા છે. તેના પરિણામે કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિને વિપરીત અસર થવાની સંભાવનાઓ વધી જાય છે.
દાહોદ જિલ્‍લાની અંદર લગ્ન સમયગાળા દરમ્‍યાન આદિવાસી લોકો એકબીજાની દેખા દેખીથી ડી.જે. (ડીસ્‍ક જોકી) સીસ્‍ટમ લગ્નમાં ભાડે લાવી અને જેમાં એકાદ કલાક ડી.જે. લાઉડસ્‍પીકર પરથી ગીતો વગાડી અવાજનું પ્રદુષણ કરી લગ્નમાં આવેલ વ્‍યક્‍તિઓને નાચ નચાવી એક કલાકના આશરે ૧૦ થી ૧પ હજાર રૂપીયાનો ખર્ચ કરે છે. આમ આદિવાસી પ્રજા લૂંટાય છે. લગ્ન અને અન્‍ય સામાજિક પ્રસંગોમાં નાચગાન કે ઘોંઘાટને લીધે ઝગડા તકરાર ન થાય તે માટે ઘ્‍વનિ પ્રદુષણને અંકુશમાં લેવું તથા આદિવાસી પ્રજાનું શોષણ થતું અટકાવવું આવશ્‍યક જણાય છે. જિલ્‍લામાં કોઈ પણ પ્રકારની સુલેહશાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ સલામતી તથા કાયદા પ્રત્‍યે માન જળવાય અને કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે માઈક, લાઉડસ્‍પીકર તથા ડી.જે. (ડીસ્‍ક જોકી) સીસ્‍ટમ દ્વારા થતા અવાજના પ્રદુષણને અટકાવવા અંગે નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદાના નિર્દેશો તથા ધી નોઈઝ પોલ્‍યુશન (રેગ્‍યુલેશન એન્‍ડ કંટ્રોલ) રુલ્‍સ, ર૦૦૦ ની જોગવાઈઓ ઘ્‍યાને લેતા માઈક, લાઉડ સ્‍પીક તથા ડી.જે. (ડીસ્‍ક જોકી) સીસ્‍ટમના ઉપયોગ પર નિયંત્રણ કરવું ઘણું જ જરૂરી છે.
અવાજ પ્રદુષણ (નિયમ અને પ્રતિબંધ) નિયમ, ર૦૦૦ની જોગવાઈઓ પ્રમાણે સામાન્‍ય રીતે માઈક સીસ્‍ટમ / વાજિંત્રનો ઉપયોગ રાતના ૧૦:૦૦ કલાકથી સવારના ૦૬:૦૦ કલાક સુધીના સમય દરમ્‍યાન વગાડી ન શકાય તેવી જોગવાઈ છે. આગામી સમયમાં ધો.૧૦ અને ૧૨ની પરિક્ષાઓમાં વિદ્યાર્થીઓના અભ્‍યાસમાં ખલેલ ન પહોંચે તથા લગ્ન અને અન્‍ય સામાજિક પ્રસંગોમાં નાચગાન કે ઘોંઘાટને લીધે ઝગડા તકરાર ન થાય તે માટે ઘ્‍વનિ પ્રદુષણને અંકુશમાં લેવા તેમજ જિલ્‍લામાં કોઈ પણ પ્રકારની સુલેહશાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ સલામતી તથા કાયદા પ્રત્‍યે માન જળવાય અને કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે હેતુથી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ, દાહોદ જે. રંજીથકુમાર IAS, ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૩૮ અન્‍વયે કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધિત હુકમો ફરમાવ્યા છે.
તદ્નુસાર માઈક, લાઉડ સ્‍પીકર તથા ડી.જે. (ડીસ્‍ક જોકી) સીસ્‍ટમ ભાડે આપનાર માલિક / ભાગીદાર, સંચાલક, મેનેજર કે ઈન્‍વેન્‍ટ મેનેજર, સમગ્ર જિલ્‍લાના વિસ્‍તારમાં વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભા યાત્રાઓ, રેલી-સરઘસમાં જાહેર રસ્‍તા કે જાહેર જગ્‍યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્‍લોટ-ખુલ્‍લી જગ્‍યા, રહેણાંક વિસ્‍તારની નજીકમાં આવેલ ખાનગી માલિકીની ખુલ્‍લી જગ્‍યામાં ઉપયોગ માટે માઈક, લાઉડ સ્‍પીકર તથા ડી.જે. (ડીસ્‍ક જોકી) સીસ્‍ટમ ભાડે આપી શકાશે નહીં.સરકારી કચેરીઓ, હોસ્‍પિટલો, શૈક્ષણિક સંસ્‍થાઓ, અદાલતો અને ધાર્મિક સ્‍થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્‍તારને શાંત તરીકે ગણવામાં આવે છે. જેથી શાંત વિસ્‍તારની આજુબાજુમાં માઈક, લાઉડસ્‍પીકર તથા ડી.જે. (ડીસ્‍ક જોકી) સીસ્‍ટમનો ઉપયોગ કરી શકાશે નહીં. એકબીજા પ્રત્‍યે ઉશ્‍કેરણી થાય અને કોમી લાગણી ઉશ્‍કેરાય તેવા ઉચ્‍ચારણો / ગાયનોનો માઈક, લાઉડસ્‍પીકર તથા ડી.જે. (ડીસ્‍ક જોકી) સીસ્‍ટમમાં ઉપયોગ કરી શકાશે નહી. રસ્‍તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફિકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો / કાયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન ગરબા જાહેરમાર્ગમાં રોકાઈને કરી શકાશે નહીં. ડી.જે. (ડીસ્‍ક જોકી) સીસ્‍ટમ Ambient Air Quality Standard in respect of Noise અંગે નામદાર સુપ્રિમ કોર્ટના વખતો વખતના ચુકાદાના નિર્દેશ તથા ધી નોઈઝ પોલ્‍યુશન (રેગ્‍યુલેશન એન્‍ડ કંટ્રોલ) રૂલ્‍સ-૨૦૦૦ના એન્‍વાયરમેન્‍ટ પ્રોટેકશનની જોગવાઈઓ મુજબ Ambient Air Quality Standard હોવું જોઈએ તે જોતાં ડી.જે. (ડીસ્‍ક જોકી) સીસ્‍ટમ વગાડવા માટે જણાવેલ તમામ પ્રાવધાનો અને જોગવાઈઓનો ઉલ્‍લંઘન કરતા હોય તે વગાડવા પર કાયમને માટે પ્રતિબંધ છે.
દરેક માઈક, લાઉડસ્‍પીકર તથા ડી.જે. (ડીસ્‍ક જોકી) સીસ્‍ટમ ધારકોએ અવાજના પ્રદુષણને અટકાવવા નામદાર સુપ્રિમ કોર્ટના વખતોવખત ચુકાદાના નિર્દેશો તથા ધી નોઈઝ પોલ્‍યુશન (રેગ્‍યુલેશન એન્‍ડ કંટ્રોલ) રુલ્‍સ, ર૦૦૦ની જોગવાઈઓનું ચૂસ્‍તપણે પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામાના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૧૩૬ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. અને ગુનો નોંધી, માલિક, ભાગીદાર, મેનેજર, સંચાલકની ધરપકડ કરી તમામ માઈક સિસ્‍ટમ ગુન્‍હાના મુદ્યામાલ તરીકે કબજે કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here