દાહોદ જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના સંદર્ભમાં વિધાર્થીઓ, વાલીઓ, નગરજનો અને જાહેર જનતા માટે વિવિધ જાગૃતિ કાર્યક્મો યોજાશે

0
128

EDITORIAL DESK – DAHOD

 

આજે જેસાવાડા આઇ.ટી.આઇ ખાતે શાળાના વિધાર્થીઓ માટે માર્ગ સલામતિ પરિસંવાદ યોજાશે.

દાહોદ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી દ્વારા તા. ૨૯-૧-૨૦૧૮ થી તા. ૪-૨-૨૦૧૮ સુધી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જિલ્લામાં તા ૪ ફેબ્રુઆરી સુધી વિવિધ તાલીમ અને શિબીર/કાર્યક્રમો યોજાશે.
તદ્નુસાર તા. ૩૧-૦૧-૨૦૧૮ નારોજ I.T.I. જેસાવાડા ખાતે શાળાના વિધાર્થીઓ માટે માર્ગ સલામતિ સેમીનારનુ આયોજન કરવામાં આવેલ છે જેમાં ૧૬ વર્ષના ઉમરવાળા બાળકો માટે L.L.R.પરીક્ષા માટે આવતા પ્રશ્નબેંકની પ્રોજેકટર દ્વારા  સમજણ આપવામાં આવશે. તા. ૦૧-૦૨-૨૦૧૮ ના રોજ દાહોદ પોલીટેકનીક કોલેજ ખાતે જિલ્લાની પ્રમુખ શાળાઓમાં વાલીઓ અને વિધાર્થીઓ સાથે માર્ગ સલામતિ બાબતે જાગૃતિ સબબ સ્કૂલ રિક્ષા, સગીર વયના બાળકોને વાહન ચલાવવા આપવા પર રહેલુ જોખમ વગેરે બાબતે કાયદાને વણી લઇને પરિસંવાદ કરવામાં આવશે.તા. ૦૨-૦૨-૨૦૧૮ ના રોજ દાહોદ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે માર્ગ સલામતિ જાગૃતિ બાબતે શાળા/કોલેજના બાળકો/એનજીઓ/પ્રબુધ્ધ નાગરિકો યુવાનોને માર્ગ સલામતિ માટેની સમજણ આપવામાં આવશે, તા. ૦૩-૦૨-૨૦૧૮ ના રોજ દાહોદ R.T.O.ચેકપોષ્ટ ખાતે વાહન ચાલકોની EYE સ્પેસ્યાલીસ્ટ દ્વારા આંખની તપાસણી, અકસ્માત સમયે પ્રાથમિક સારવારની તાલીમ તથા અર્બન બેંક હોસ્પીટલ દ્વારા રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવેલ છે. તા. ૦૪-૦૨-૨૦૧૮ ના રોજ દાહોદ શહેરમાં જિલ્લાના મોટર ડ્રાઇવીંગ શાળાઓના ઇન્સ્ટ્રકટર્સ આંખની ચકાસણી તથા તેઓને પધ્ધતિસરની તાલીમ નિષ્ણાતો દ્વારા આપી જિલ્લાના શાળા/કોલેજના બાળકો/એનજીઓ/પ્રબુધ્ધ નાગરિકો /યુવાનોને માર્ગ સલામતિ માટેની સમજણ આપવામાં આવશે, આ જુદા જુદા કાર્યક્રમોમાં વિધાર્થીઓ, વાહન ચાલકો, યુવા વર્ગ, જાહેર જનતા ઉપસ્થિત રહી જાણકારી મેળવે અને લોકોની અમુલ્ય જિંદગી બચાવવા માટે સહયોગી બનીએ. એમ દાહોદ ઇન્ચાર્જ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ટી.વી.દંત્રોલિયાએ એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here