દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, દાહોદ જિલ્લામા મોડી રાત્રી થી પવન સાથે ભારે વરસાદ.
વરસાદ ના પગલે, વડવા ગામે ભારે વરસાદના પગલે છરછોડા બિલિયા રોડને જોડતા કોઝ વે નું નાળું તુડી પડતા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા.
ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના પગલે કોઝ વે નાળા પર વરસાદી પાણી પડતા નાળું ધોવાઈ ગયું. રસ્તા પરનું નાળું તૂટી પડતાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા
દેવગઢ બારીયા નગરના વાંકલેશ્ર્વર રોડની બાજુમાં નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું. નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા
જેસાવડામાં દીપ નાળા ઉપર પાણી ભરાતા રસ્તાઓ બંધ થયા. વહેલી સવાર થી વરસાદ ના પગલે 4 ઇચ થી વધુ દેવગઢ બારીઆ તાલુકા પંથકમા વરસાદ. જયારે દેવગઢ બારીઆમાં વરસાદ ના પગલે મામલેદાર કચેરીની સાઇડ ની દિવાલ ભારે થઈ ધરાશાઈ
દાહોદ ડિઝાસ્ટર ની ટીમ દ્વારા જિલ્લાની સમીક્ષા કરી કાર્યવાહી કરાઇ શરૂ. જિલ્લાના લોકોને ભારે તાપમાનથી મળ્યો છુટકારો. વરસાદ પડતાં ધરતી પુત્રોમાં ખુશીની લહેર. દાહોદ શહેરમાં પણ ભારે વરસાદ ના કારણે લાઈટ ડૂલ.