Wednesday, November 6, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં એક પણ મતદાતા મતદાન ચૂકે નહીં એ...

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં એક પણ મતદાતા મતદાન ચૂકે નહીં એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક અભિયાન સ્વરૂપે કરાઇ સ્વીપ એક્ટિવિટી

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

  • અવસર લોકશાહીનો – વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨, દાહોદ જિલ્લામાં મતદારોને સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા કરાઇ રહ્યાં છે પ્રોત્સાહિત.
  • વિવિધ વિસ્તારોમાં ૫૧૮૪૪ જેટલા પોસ્ટરો લગાવાયા, ૪૨ હજારથી વધુ ગ્રામજનોએ મતદાન કરવા માટેના લીધા શપથ.

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં એક પણ મતદાતા મતદાન ચૂકે નહીં એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં સ્વીપ એક્ટિવિટી એક અભિયાન સ્વરૂપે કરાઇ રહી છે. સ્વીપ એટલે કે સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન પ્રોગ્રામ અંતર્ગત દાહોદ જિલ્લાના છ વિધાન સભા વિસ્તારોમાં મતદારોને વિવિધ કાર્યક્રમો થકી લોકશાહીના આ મહાપર્વમાં મતદાન થકી સહભાગી થવા પ્રોત્સાહિત કરાઇ રહ્યાં છે.

સ્વીપ નોડલ અધિકારી મયુર પારેખે માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લામાં વધુમાં વધુ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બને એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં મતદાર જાગૃકતા અભિયાન આદરવામાં આવ્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં વિવિધ વિધાનસભા વિસ્તારોમાં ૫૧૮૪૪ જેટલા પોસ્ટર્સ લગાવાયા છે. ખાસ કરીને શિક્ષકોએ વિદ્યાર્થીઓ દ્વારા આ અભિયાનને તેમના માવતર સુધી પહોંચાડી રહ્યાં છે.

THIS NEWS IS POWERED BY –– AVSAR HERBAL ENTERPRISEસ્વીપ કામગીરી અંતર્ગત જિલ્લામાં ૧,૦૫,૨૬૯ બાળકોએ તેમના માવતર અવશ્ય મતદાન કરે એ માટે પ્રયાસ કરવાના શપથ લીધા છે. જયારે ૪૨,૬૫૮ જેટલા ગ્રામજનોએ મતદાન અવશ્ય કરવાના શપથ લીધા છે. જિલ્લામાં સ્વીપ અંતર્ગત વધુમાં વધુ મતદારો ચૂંટણી પ્રક્રીયામાં ભાગ લે તે માટે જિલ્લાના અંતરીયાળ વિસ્તારો સહિતના તમામ વિસ્તારોમાં મતદાતા જાગૃકતા અભિયાનને વધુ સઘન બનાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments