Monday, February 17, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં સિકલસેલ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાનાં ૯ તાલુકાના PHC...

દાહોદ જિલ્લામાં સિકલસેલ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાનાં ૯ તાલુકાના PHC ખાતે સિકલસેલના કેમ્પનું કરવામાં આવ્યું આયોજન

દાહોદ જિલ્લામાં સિકલસેલ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા નવે તાલુકાના પીએચસી ખાતે સિકલસેલ ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માન. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ડાૅ.ઉદયકુમાર ટિલાવત, જિલ્લા સિકલસેલ નોડલ ઓફિસર ડાૅ.નયન જોશીના માગૅદશૅન હેઠળ જિલ્લાના તમામ તબીબી અધિકારીઓ દ્વારા સિકલસેલ કન્ટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ સિકલસેલ દિવસ ની ઉજવણી કરી હતી.

આ અંતર્ગત રાખેલ કેમ્પમાં જિલ્લામાં કુલ 562 સગર્ભા માતાઓ અને 463 ડીસીઝ દર્દીઓ તેમજ 473 વાહકની મેડિકલ ઓફિસર દ્વારા મેડીકલ ચેકઅપ, લેબ ટેકનીશ્યન દ્વારા લેબોરેટરી તપાસ, ફાર્માશીષ્ટ દ્વારા જરૂરી દવાઓ અને સિકલસેલ કાઉન્સેલર દ્વારા કાઉન્સેલીંગ કરવામાં આવ્યું આ ઉપરાંત 614 નવા લાભાર્થીઓની DTT તપાસ કરવામાં આવી હતી. જેમાં 62 લાભાર્થીઓ પોઝીટીવ મળતા તેઓના HPLC માટે સેમ્પલ લેવામાં આવ્યા.

મેડિકલ ઓફિસર, પીએચસીના સુપરવાઇઝર ભાઈઓ / બહેનો, સીએચઓ, સ્ટાફ નર્સ, બધસૅ, લેબ ટેકનીશ્યન, ફાર્માશીષ્ટ, આશા બહેનો, સિકલસેલ કાઉન્સેલર, એડોલેસન્ટ કાઉન્સેલર દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments