દાહોદ જિલ્લા અખિલ ભારતીય કિસાન સભા સમિતિ દ્વારા ફતેપુરા મામલતદારને આપ્યું આવેદનપત્ર

0
23

  • ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશનની અસરથી વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદથી તૈયાર થયેલ ખેતી પાકો નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ બન્યા છે.
  • કમોસમી વરસાદથી ઘઉં, ચણા, રાયડો, મસૂર, મકાઈ, ધાણા, જીરું, મરચાં, ડુંગળી જેવા પાકોમાં ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
  • પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લા સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં કમોસમી વરસાદથી થયેલું નુકસાનનું સર્વે કરી એક એકર દીઠ રૂપિયા ૫૦,૦૦૦/- વળતર ચૂકવવા સરકાર સમક્ષ રજૂઆત

ગુજરાત રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશનની અસરથી વાતાવરણમાં પલટો આવતાં તા.૧૬ માર્ચ થી તા.૨૦ માર્ચ – ૨૦૨૩ દરમિયાન ગાજવીજ અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થતાં ખેડૂતોના રવિ સીઝનના તૈયાર થયેલ ખેતી પાકો વરસાદમાં ભીંજાઇ જતા ખેતી પાકો બગડ્યા છે. જેના લીધે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર, બિયારણ તથા પાણી પાછળ કરેલ ખર્ચ નિષ્ફળ ગયો છે. જેથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે, ત્યારે અખિલ ભારતીય કિસાન સભા સમિતિ દાહોદ દ્વારા ફતેપુરા તાલુકા મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપી રાજ્ય સરકાર તરફથી એક એકર દીઠ રૂપિયા ૫૦,૦૦૦/- વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ત્યારે ફતેપુરા તાલુકા મામલતદાર દ્વારા આવેદનપત્રનો સ્વીકાર કરી રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની બાહેધરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here