દાહોદ જિલ્લા કલેકટર અને પોલીસવડાની ત્રીજા દિવસે ગોદી રોડ વિસ્તારની મુલાકાત : દબાણ, ટ્રાફિક અને સ્વચ્છતાં અંગે નોટિસો સ્થળ ઉપર આપી દંડ વસુલ કરવામાં આવ્યા

0
302

સ્માર્ટ સિટી અંતર્ગત આજ રોજ ત્રીજા દિવસે ગોદી રોડ વિસ્તારની બીજા દિવસની જેમ જ આજે પણ દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નગર પાલિકા ચીફ ઓફિસર રાયચંદાની, નગર પાલિકાની ટીમ તથા MGVCL ના ઉચ્ચ અધિકારી ચાલતા ચાલતા રોડની આજુબાજુ આવેલ દુકાનો દ્વારા કરવામાં આવેલ દબાણ બાબતે દુકાનદારોને નોટિસ આપી મેમો આપ્યા હતા. હવે જ્યારે દાહોદ શહેર સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી તથા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર દ્વારા સ્વચ્છતા, પાર્કિંગ અને દબાણ બાબતે સૌને માહિતગાર કરી જાણકારી આપી હતી અને જે દુકાનદારોએ ખુલ્લા રોડ ઉપર દબાણ કરેલ હતું તેમણે નોટિસ પાઠવી મેમો પણ આપ્યા હતા. અને તેમની રોડ ઉપર પડેલ સમાન નગર પાલિકાની ટીમ દ્વારા સાથે રાખેલ ટ્રેક્ટરમાં આ સમાન મૂકી દેવામાં આવ્યો હતો. અને જે પણ દબાણ કરેલ હતું તે મોટા ભાગનાં ઓટલા તોડી પાડવામાં આવ્યા હતું અને સ્થળ ઉપર જ મોટો દંડ ફટકારવા આવ્યો હતો.

વધુમાં જિલ્લા કલેકટર વિજય ખરાડીએ જણાવ્યુ હતું કે દાહોદ જ્યારે સ્માર્ટ સિટી તરીકે જાહેર થયા પછી ગત રોજ થી સ્વચ્છતા બાબતે પણ લોકોને જાગૃત કર્યા હતા. અને કહ્યુ કે આ દબાણ બાબતે ગોદી રોડ વિસ્તારના લોકોને આકાર શબ્દોમાં કહ્યું કે જો હવે આવા દબાણ ફરીથી કરવામાં આવશે તો આનાથી પણ વધારે કડક વલણ અપનાવી વધુ આકરા પગલા લઈ આકારો દંડ ફટકારવામાં આવશે.

જિલ્લા કલેક્ટરએ દાહોદ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે સ્વચ્છતા અંગે લોકોને જાગૃત રહેવા જણાવવામાં આવ્યું હતું. તથા કલેક્ટરએ કહ્યું હતું કે સ્વચ્છતા બાબતે જે પણ આકરા પગલાં લેવા પડે તે પગલાં નગર પાલિકા તરફથી લેવામાં આવશે અને તે માટે જે લોકોને નોટિસ પાઠવી છે તે લોકો જો બીજી વાર પણ ભૂલ કરશે તો તેને ફરીથી નોટિસ આપી દંડ વસૂલ કરવામાં આવશે અને જો ફરી થી ભૂલ કરશે તો તેની દુકાનોને સીલ પણ મારી દેવામાં આવી વધુ આકરા પગલાં લેવામાં આવશે.

વધુમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા પોલીસવડા હિતેશ જોયસર દ્વારા દાહોદ શહેરને સ્માર્ટ સીટી બનાવવા લોકોમાં જાગૃતિ લાવવા પોતે જ સ્વચ્છતા અંગે જાગૃત રહેવું પડશે. અને લોકોને એવી અપીલ છે કે સ્માર્ટ સિટી એકલા વહીવટીતંત્ર થી કે પ્રશાશનથી બની જવાનું નથી તેના માટે લોક ભાગીદારી જરૂરી છે લોકોએ પોતે સ્વયંભૂ આ કામગીરીમાં જોડાવું પડશે, લોકોએ પોતે ડિસિપ્લિનમાં રહેતા શીખવું પડશે, લોકોએ પોતે સ્વચ્છતા માટે જાગૃત રહેવું પડશે, ટ્રાફિક માટે પાર્કિંગ વ્યવસ્થિત રીતે કરવું પડશે. પોતાની દુકાનને વધુ પડતા ઝુકાટ કાઢી આગળ ન લાવવા જેવી બધી જે અમુક બાબતો છે તે લોકોએ સમઝવું પડશે, આ સ્માર્ટ સિટીના અભિયાનમાં લોકોનો પણ પોતાનો ફાળો આપવો પડશે. પ્રશાશન દંડ કરીને અમલ કેટલા દિવસ કરાવી શકશે. રોજે રોજ દંડ કરીને અમલ કરાવું એ પ્રશાશન માટે પણ શક્ય લાગતું નથી. લોકો સ્વચ્છતા કે ટ્રાફિકનું પાલન નહીં કરે તો પ્રશાશન દંડ તો કરશે જ પરંતુ લોકો સ્વયંભૂ જો પાળશે, લોકો સ્વયંભૂ જાગૃત રહી ધ્યાન રાખી પાલન કરશે તો દાહોદને સ્માર્ટ સીટી બનતા વાર નહીં લાગે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here