દાહોદ જિલ્લા કલેકટર અને પોલીસવડાની બીજા દિવસે ઇન્દોર હાઇવે થી પડાવ વિસ્તારની મુલાકાત : દબાણ, ટ્રાફિક અને સ્વચ્છતાં અંગે નોટિસો સ્થળ ઉપર આપી, વારંવાર ઉલ્લંઘન કરે તો દુકાનો સીલ કરવા ચિફ ઓફિસરને કર્યો આદેશ

0
395

 

સ્માર્ટ સિટી અંતર્ગત ઇન્દોર હાઇવે પર આવેલ સ્વામી નારાયણ મંદિર થી પડાવ સુધીનાં વિસ્તારની ગઈ કાલની જેમ જ આજે પણ દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નગર પાલિકા ચીફ ઓફિસર રાયચંદાની, નગર પાલિકાની ટીમ તથા MGVCL ના ઉચ્ચ અધિકારી ચાલતા ચાલતા રોડની આજુબાજુ આવેલ દુકાનો દ્વારા કરવામાં આવેલ દબાણ બાબતે દુકાનદારોને નોટિસ આપી મેમો આપ્યા હતા. હવે જ્યારે દાહોદ શહેર સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી તથા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર દ્વારા સ્વચ્છતા, પાર્કિંગ અને દબાણ બાબતે સૌને માહિતગાર કરી જાણકારી આપી હતી અને જે દુકાનદારોએ ખુલ્લા રોડ ઉપર દબાણ કરેલ હતું તેમણે નોટિસ પાઠવી મેમો પણ આપ્યા હતા. અને તેમની રોડ ઉપર પડેલ સમાન નગર પાલિકાની ટીમ દ્વારા સાથે રાખેલ ટ્રેક્ટરમાં આ સમાન મૂકી દેવામાં આવ્યો હતો.

વધુમાં જિલ્લા કલેકટરએ જણાવ્યુ હતું કે દાહોદ જ્યારે સ્માર્ટ સિટી તરીકે જાહેર થયા પછી ગત રોજ થી સ્વચ્છતા બાબતે પણ લોકોને જાગૃત કર્યા હતા. અને કહ્યું હતું કે જે હોટેલ, દવાખાના અને મોટી સંસ્થાઓ પાસે પાર્કિંગ નથી તેઓને નોટિસ પાઠવી વહેલી તકે તેની વ્યવસ્થા કરવામાં કહેવામા આવ્યું છે. અને જે જગ્યાએ પાર્કિંગ નથી તે જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

વધુમાં પોલીસ અધિક્ષક હિતેશ જોયસર દ્વારા ટ્રાફિક અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે દાહોદમાં ટ્રાફિકના સમસ્યાના નિવારણ માટે પાંચ પોઈન્ટ ઉપર ટ્રાફિકની વધુ આવન જાવન છે ત્યાં સ્ટાફ વધારી દેવામાં આવશે અને ત્યાંથી ટ્રાફિક કેવી રીતે હળવો થાય તેની કામગીરી સદંતર ચાલુ રહેશે. અને જે પણ ટ્રાફિક બાબતે નિયમોનું પાલન નહીં કરે તેને દંડ કરવામાં આવશે અને જો વારંવાર નિયમનો ભંગ કરશે તો તેને આકરો દંડ કરી તેના પ્રત્યે કડક વલણ અપનાવવામાં આવશે. અને આવનારા દિવસોમાં સમગ્ર શહેરમાં CCTV કેમેરા લાગશે અને ક્રેનથી કામગીરી ચાલુ જ રહેશે અને ટ્રાફિકને અડચણ રૂપ જે પણ વાહનો ખોટા પાર્ક કરેલા હશે કે દુકાન કે લારી ગલ્લા અડચણ રૂપ હશે તેને સખત દંડ કરવામાં આવશે અને હવે કોઈપણ પ્રકારની ભૂલ સાંખી લેવામાં આવશે નહીં.

જિલ્લા કલેક્ટરએ દાહોદ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે સ્વચ્છતા અંગે લોકોને જાગૃત રહેવા જણાવવામાં આવ્યું હતું. તથા કલેક્ટરએ કહ્યું હતું કે સ્વચ્છતા બાબતે જે પણ આકરા પગલાં લેવા પડે તે પગલાં નગર પાલિકા તરફથી લેવામાં આવશે અને તે માટે જે લોકોને નોટિસ પાઠવી છે તે લોકો જો બીજી વાર પણ ભૂલ કરશે તો તેને ફરીથી નોટિસ આપી દંડ વસૂલ કરવામાં આવશે અને જો ફરી થી ભૂલ કરશે તો તેની દુકાનોને સીલ પણ મારી દેવામાં આવી વધુ આકરા પગલાં લેવામાં આવશે.

વધુમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા પોલીસવડા હિતેશ જોયસર દ્વારા દાહોદ શહેરને સ્માર્ટ સીટી બનાવવા લોકોમાં જાગૃતિ લાવવા પોતે જ સ્વચ્છતા અંગે જાગૃત રહેવું પડશે. અને લોકોને એવી અપીલ છે કે સ્માર્ટ સિટી એકલા વહીવટીતંત્ર થી કે પ્રશાશનથી બની જવાનું નથી તેના માટે લોક ભાગીદારી જરૂરી છે લોકોએ પોતે સ્વયંભૂ આ કામગીરીમાં જોડાવું પડશે, લોકોએ પોતે ડિસિપ્લિનમાં રહેતા શીખવું પડશે, લોકોએ પોતે સ્વચ્છતા માટે જાગૃત રહેવું પડશે, ટ્રાફિક માટે પાર્કિંગ વ્યવસ્થિત રીતે કરવું પડશે. પોતાની દુકાનને વધુ પડતા ઝુકાટ કાઢી આગળ ન લાવવા જેવી બધી જે અમુક બાબતો છે તે લોકોએ સમઝવું પડશે, આ સ્માર્ટ સિટીના અભિયાનમાં લોકોનો પણ પોતાનો ફાળો આપવો પડશે. પ્રશાશન દંડ કરીને અમલ કેટલા દિવસ કરાવી શકશે. રોજે રોજ દંડ કરીને અમલ કરાવું એ પ્રશાશન માટે પણ શક્ય લાગતું નથી. લોકો સ્વચ્છતા કે ટ્રાફિકનું પાલન નહીં કરે તો પ્રશાશન દંડ તો કરશે જ પરંતુ લોકો સ્વયંભૂ જો પાળશે, લોકો સ્વયંભૂ જાગૃત રહી ધ્યાન રાખી પાલન કરશે તો દાહોદને સ્માર્ટ સીટી બનતા વાર નહીં લાગે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here