દાહોદ જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને જલ શક્તિ અભિયાન અને અમૃત સરોવર યોજના સંદભે બેઠક યોજાઇ

0
24

THIS NEWS IS SPONSORED BY ––  RAHUL HONDA

 અમૃત સરોવર યોજના અંતર્ગત જિલ્લામાં ૭૫ તળાવોના બાધકામ, મરામત અને પાણી સંગ્રહ માટે આગોતરું આયોજન કરી સત્વરે કામગીરી હાથ ધરવા કલેકટર ડો. હર્ષિત ગોસાવીનો અનુરોધ

ભારત દેશ આઝદીના ૭૫ વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહયું છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં અમૃત સરોવર યોજના અંતર્ગત ૭૫ તળાવોનુ બાધકામ, મરામત અને પાણીના સંગ્રહ માટેના આગોતરા આયોજન સંદર્ભે બેઠક જિલ્લા કલેકટર ડો.હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સંભાખંડમા યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સૂચવેલા જિલ્લામાં ૭૫ તળાવોનુ બાધકામ, મરામત અને પાણીના સંગ્રહ માટે આગોતરું આયોજન કરી સત્વરે કામગીરી હાથ ધરવા સંબંધિત વિભાગોના અધિકારીઓને તાકિદ કરી હતી. બેઠકમાં જલ શક્તિ અભિયાન અને અમૃત સરોવર યોજના સંદર્ભે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એ.બી. પાંડોર, જિલ્લા ગામ વિકાસ એજન્સી નિયામક સી.બી બલાત, સહિતના સંબધિત અધિકારીઓ ઊપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here