દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ

0
4

તમામ વિભાગોને એક બીજાના સંકલનમાં રહીને જનસુવિધા અને વિકાસના કાર્યોને તીવ્રતાથી આગળ ધપાવવા જણાવતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી 

જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. કલેક્ટરએ તમામ વિભાગોને એક બીજાના સંકલનમાં રહીને પ્રજાકીય પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવી જનસુવિધા અને વિકાસના કાર્યોને તીવ્રતાથી આગળ ધપાવવા જણાવ્યું હતું.

બેઠકના પ્રથમ ભાગનો પ્રારંભ જનપ્રતિનિધિઓના પ્રશ્નોથી કરવામાં આવ્યો હતો. બેઠકમાં ધારાસભ્ય મહેશ ભૂરીયા, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં જનપ્રતિનિધિઓના પ્રશ્નોનો કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી સકારાત્મક નિરાકરણ આપ્યું હતું અને સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

ધારાસભ્ય મહેશ ભૂરિયાએ નલ સે જલ યોજના અંતર્ગત ઝાલોદ તેમજ જિલ્લામાં થઇ રહેલી કામગીરી બાબતે જણાવ્યું હતું. તેમણે નલ સે જલ યોજના ગરીબો માટેના પ્રાણપ્રશ્ન સમાન પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ હોય યોજનાના અમલીકરણમાં આવી રહેલી બાધાઓને દૂર કરવા જણાવ્યું હતું. કલેક્ટર ડો. ગોસાવીએ આ માટે સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી અને વિવિધ ગામોમાં થઇ રહેલી કામગીરીની આકસ્મિક મુલાકાત લઇને ચકાસણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સંકલન બેઠકના બીજા ભાગમાં લોકફરીયાદ તરીકે આવેલા અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું. તેમજ સીએમ ડેસ્ક બોર્ડની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરએ અમલીકરણ અધિકારીઓને યોજનાઓને ઝડપથી પૂર્ણ કરી લોકો સુધી વિકાસના ફળ પહોંચતા કરવા જણાવ્યું હતું. બેઠકમાં વિવિધ વિભાગોના એક બીજા સાથેના સંકલનના પ્રશ્નોનું નિવારણ કરાયું હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર, ડીઆરડીએ નિયામક બી.એમ. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here