દાહોદ જિલ્લાના દાહોદ શહેરના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે આજે તા.૩૦/૧૦/૨૦૨૨ ને રવિવારના રોજ આયુષ મેળો અને આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ તેમજ ઔષધિ પ્રદર્શનીનું આયોજન જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ મંત્રાલયને વધુ વેગવંતુ બનાવવાના સફળ પ્રયાસનાં ભાગ રૂપે દાહોદમાં આયુષ મેળાનું આયોજન થયું. જે મેળાનું ઉદ્દઘાટન ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેળામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દેવગઢ બારીયા દ્વારા હોમીયોપેથી થી નિવારણ થતી બીમારીઓમાં કઈ દવાઓ સારવારમાં વાપરવામા આવે છે અને તેમજ ફેસ ક્રીમ, પેન ક્રીમ વગેરેનું ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું. જ્યારે લીમડી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા પંચકર્મ અને દંત ચિકિત્સા નું ડેમોસ્ટ્રેશન રાખ્યું હતું અને દાહોદ દ્વારા મુખ્યત્વે અગ્નિ કર્મ ચિકિત્સાનું ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું અને લોકોએ ત્યાં પોતે ફોર્મ ભરી નિદાન કરાવ્ય હતું. તેમના આ ડેમોસ્ટ્રેશન પૈકી જે સારવારની અને દવાઓ ની જરૂર હતી તે સ્થળ ઉપર ફ્રી માં આપવામાં આવી હતી. અને આયુર્વેદનું મહત્વ શું છે જે વિસ્તારથી સમજાવામાં આવ્યું હતું.