Saturday, November 9, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા પંચાયત ખાતે ICDS વિભાગ દ્વારા "શ્રી અન્ન" મીલેટ્સ વાનગી હરીફાઈનું...

દાહોદ જિલ્લા પંચાયત ખાતે ICDS વિભાગ દ્વારા “શ્રી અન્ન” મીલેટ્સ વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું

KEYURUMAR PARMAR –– DAHOD.

આજે તા.૨૩/૦૭/૨૦૨૩ ને રવિવારના રોજ દાહોદ જિલ્લા પંચાયત ખાતે ICDS વિભાગ દ્વારા “શ્રી અન્ન” મીલેટ્સ વાનગી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું. જેના ભાગરૂપે જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા મેડમ, મહિલા મોરચાના પ્રમુખ મેઘાબેન પંચાલ ભાજપના અન્ય કાર્યકર્તાઓ બહેનો, તાલુકા વિકાસ અધિકારી અને CDPO, તાલુકાની બહેનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. “શ્રી અન્ન” મીલેટ્સ મતલબ વિવિધ પોષણયુક્ત અનાજમાંથી બનતી વિવિધ વાનગી અને જેના દ્વારા વ્યક્તિગત સર્વાંગી વિકાસનું મહત્વ જે અંતર્ગત જિલ્લા ક્ષેત્રે આંગણવાડી કાર્યક્રમનુ આજ રોજ પૌષ્ટિક વાનગી બનાવી વાનગી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાનગીઓ આંગણવાડી ક્ષેત્ર આપવામાં આવતા ટી.એચ.આર. અને મિલેટ્સ માંથી બનાવવામાં આવેલ હતી.

વધુમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા દરેકને માહિતગાર કરવામાં આવ્યા કે 2023 આખા રાષ્ટ્રમાં મીલેટ્સ વર્ષ તરીકે ઉજવાય છે. જેના ફાયદા વિશે પણ સમજ આપી હતી. તદુપરાંત પ્રોગ્રામ ઓફિસર દ્વારા પણ દરેક આંગણવાડીમાં મિલેટ્સની વિવિધ વાનગી બનાવીને લોકોને જાગૃત કરવા અને તેઓ દ્વારા આ પ્રકારની પોષણયુક્ત વાનગી બનાવે તે માટે સૂચિત કરવામાં આવ્યા જેથી કુપોષણમાં ઘટાડો આવી શકે. જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મેઘાબેન પંચાલએ પણ મિલેટ્સ વિશે માહિતગાર કર્યા અને કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ વિજેતા ને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપી સન્માનિત કરાયા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments