નાયબ પોલીસના નિરીક્ષક ચિરાગ કોરડીયા પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા બલરામ મીણા (IPS) પોલીસ અધિક્ષક દાહોદ સીધી રાહબાત હેઠળ સુચના અને માર્ગદર્શનના આધારે આગામી વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨ મુક્ત ન્યાય અને શાંતિ તથા કોઈ રૂકાવટ વગર યોજાય તે માટે દાહોદ જિલ્લા પોલીસે ગત રોજ તા.૦૭/૧૧/૨૦૨૨ ના રોજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશનના કુલ – ૨૫ કેસો કરેલ છે. જેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ ૦૩ કેસો જેમાં કુલ બોટલો નંગ – ૨૫૩ જેની કિંમત રૂપિયા ૩૦,૦૬૮/- નો પ્રોહી મુદ્દા માલ પકડી પાડેલ છે તથા દેશી દારૂ ના કુલ ૦૬ કેસો, ૨૩ લીટર તેની કિંમત રૂપિયા ૪૬૦/- નો મુદ્દા માલ જપ્ત કરેલ છે
જેમાં દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં. – ૨૨૦૬૧૨/૨૦૨૨ ઈપીકો કલમ ૬૫ઈ, ૧૧૬(બી) મુજબનો પ્રોહી ગણનાં પાત્ર કેસ રજીસ્ટર કરેલ છે. જેમાં ભારતીય બનાવટનો વિદેશી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ – ૨૨૨ જેની કિંમત રૂપિયા ૨૬,૯૦૬/- નો મુદ્દા માલ પકડી જપ્ત કરેલ છે. તેમજ ખૂબ જ લાંબા સમયથી પેન્ડિંગ ૪૦ બિનજામીન લાયક વોરંટવાળા ઈસમોની બજવણી કરવામાં આવેલ છે. તેમજ લીધેલ અટકાયાતી પગલાંમાં CRPC – ૧૧૦ હેઠળ કુલ ૩૩૮ ઈસમો વિરૂદ્ધ અટકાયતી પગલા લીધેલ છે. તથા CRPC – ૧૫૧ હેઠળ કુલ ૭૩ અટકાયતી પગલા લીધેલ છે અને એક ઈસમ વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવે છે. તથા તડીપાર – ૧ અને પ્રોહી – ૯૩ ના હેડ હેઠળ ૪૪ અટકાયતી પગલાં લીધેલ છે. તેમજ જિલ્લામાં લાયસન્સ ધરાવતા હથિયાર પરવાનાદારોના કુલ ૬૧૦ ના હથિયારો જમા લેવામાં આવેલ છે. સને – ૨૦૧૯ થી સાગટાળા પોલીસ સ્ટેશનના ૨ પ્રોહી ગુનાઓમાં નાસ્તો ફરતો આરોપી નામે નારસિંગભાઈ દલસુખભાઈ જાતે બારીયા રહે. માંડવ તાલુકો દેવગઢ બારિયા જિલ્લા દાહોદને વોચ ગોઠવી પકડી પાડવામાં આવેલ છે. આવા અસામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલાં લેવા સારી કામગીરી દાહોદ પોલીસે કરેલ છે.