Saturday, April 26, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આજે ગુજરાત પોલીસ ની અદ્યતન ટેકનિક E...

દાહોદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આજે ગુજરાત પોલીસ ની અદ્યતન ટેકનિક E – FIR માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ગુજરાત સરકારના પોલીસ વિભાગ સાથે પ્રજા ને પણ ડિજિટલ ટેકનોલોજી સાથે જોડી અને લોકોને પણ પોતાની સાથે બનેલી ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશન ગયા વગર ઘેર બેઠા ઓનલાઇન FIR હવે સિટીઝન પોર્ટલ/ સિટીઝન મોબાઈલ એપ ઉપર રજીસ્ટ્રેશન કરી અને કરી શકાશે. આપે કરેલ ઓનલાઇન FIR ઉપર કાર્યવાહીની શરૂઆત 48 કલાકમાં જ શરૂ થઈ જશે અને તેની તપાસ શરૂ થતાની સાથે તમારા મોબાઈલ ઉપર દરેક કાર્યવાહી ની જાણકારી આપને મોબાઈલ ઉપર મળી જશે, અને FIR ની કોપી પણ આપને ઓનલાઇન મોબાઈલ ઉપર મળી જશે. જો 72 કલાકમાં FIR ઉપર પોલીસ સ્ટેશન ઓફિસર કાર્યવાહી નથી કરતા તો આ બાબતનો Msg. Dy.S.P. ને પહોચી જશે અને જો તે પણ કોઈ એક્શન નથી લેતા તો બીજા 24 કલાકમાં જિલ્લા પોલીસવડા ને Msg. જશે. તેથી પોલીસ વડા જેતે અધિકારીને આ મામલે તાત્કાલિક એક્શન લેવા જણાવશે અને E – FIR ની બે પ્રકારમાંથી કોઈક એક એક્શન હોઈ શકે, જો તમારી ફરિયાદ સાચી હોય તો તે FIR માં રૂપાંતરિત થઈ જાય છે અને જો ખોટી હોય તો તે ફાઈલ થઈ જશે અને 21 દિવસના ટૂંકા ગાળામાં તેનો રિપોર્ટ તૈયાર કરી ચાર્જશીટ કરવામાં આવશે.

દાહોદમાં પહેલી ઓનલાઇન FIR એક ચોરીની થઈ હતી અને તેની તપાસ 3 કલાકમાં શરૂ થઈ ગઈ હતી અને ફરિયાદીએ આ કાર્યક્રમમાં રૂબરૂ જણાવ્યા પ્રમાણે માત્ર ગણતરીના કલાકોમાં આ ફરિયાદીની ચોરી થયેલ બાઇક પણ મળી આવી હતી. એટલે તમને ફાસ્ટ પરિણામ જોઈતું હોય તો E – FIR નો “સિટીઝન ફર્સ્ટ” મોબાઈલ એપના ઉપયોગ કરવો જોઈએ.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે દાહોદના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા ઉપસ્થિત રહ્યા હતા, તદ્દઉપરાંત અન્ય મહાનુભાવોમાં જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવી, ડીડીઓ નેહાકુમાંરી, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, ASP વિજયસિંહ ગુજ્જર અને જગદીશ બાંગરવા, Dy. S.P. દર્શન બેન્કર, LCB P.I. ભાવેશ શાહ, P.I. વસંત પટેલ તેમજ જિલ્લાના અન્ય પોલીસ અઘિકારીઓ,  કોલેજના વિદ્યાર્થીઓ અને શહેરના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments