THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાનાં મુખ્ય મથક દાહોદ શહેરના ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલના માર્ગદર્શન હેઠળ આજે તા.૦૨/૦૪/૨૦૨૩ ને રવિવારના રોજ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા ઓને CPR તાલીમ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ઝાયડસ હોસ્પિટલ ખાતે યોજાયેલ CPR તાલીમ આપવાના કાર્યકર્મમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના તેમજ તાલુકાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામએ “સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન” અંતર્ગત તાલીમનો લાભ લીધો હતો. જે કાર્યકર્તાઓએ ભાગ લીધો એ તમામ કાર્યકર્તાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
THIS NEWS IS POWERED BY –– AVSAR HERBAL ENTERPRISE
આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર, જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની, સ્નેહલ ધરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શિતલબેન વાઘેલા, દાહોદ તાલુકા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા તાલુકાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લબાના, હિમાંશુ પંચાલ, નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, ભાજપ શહેર પ્રમુખ પ્રશાંતભાઇ દેસાઈ, મહામંત્રી અર્પિલ શાહ, દાહોદ શહેર યુવા મોરચા મહામંત્રી અલય દરજી, દાહોદ ડોકટર સેલના સંયોજક ડો.કે.આર. ડામોર તેમજ જિલ્લાના, તાલુકાના અને શહેરના હોદ્દેદાર – કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તાલીમ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા આપવામાં આવી હતી.