Friday, November 8, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિકસિત ભારત - સંકલ્પ યાત્રા -...

દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિકસિત ભારત – સંકલ્પ યાત્રા – 2024 : ” મોદી કી ગારંટી” અભિયાન કાર્યક્રમ અંતર્ગત એક પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું

2024 ની તૈયારીઓના ભાગ રૂપે ભાજપ કેન્દ્રીય નેતૃત્વ એલર્ટ મોડમાં આવીને કાર્યક્રમોની શરૂઆત કરી હતી, જેના ભાગ રૂપે વિકસિત ભારત સંકલ્પ પત્ર – ૨૦૨૪ માટે દેશભરમાંથી ૧ કરોડ કરતા વધારે લોકોના સૂચન / સુઝાવ એકત્રિત કરવાનું અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે તા. ૨૬/૦૨/૨૦૨૪ ના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ દિલ્લી મુખ્યાલય થી અભિયાનની શરૂઆત કરાવી હતી.

ત્યારબાદ ૩૭ પ્રદેશમાં મુખ્યમંત્રી / ઉપમુખમંત્રી / પ્રદેશ અધ્યક્ષ દ્વારા પ્રદેશની રાજધાની ખાતે પ્રેસવાર્તા કરી કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જ્યારે ગુજરાત ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે પ્રેસવાર્તા તેમજ કાર્યક્રમનું લોન્ચિંગ / શરૂઆત કરવામાં આવી હતી અને પ્રદેશ સ્તરે લોન્ચિંગ બાદ તમામ જિલ્લામાં કાર્યક્રમો શરૂ કરાયા હતા. જેના ભાગરૂપે દાહોદ જિલ્લા કમલમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુબેર ભાઈ ડિંડોડ, સાંસદ જસવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ તથા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયાર તથા મોટી સંખ્યામાં પ્રેસ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments