તારીખ 30 મે, 2023 નાં રોજ દેશનાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર તેના ૯ (નવ) વર્ષ પૂર્ણ કરી રહી છે. આ પ્રસંગે 30 મે થી 30 જૂન સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જિલ્લા, મંડળ, શક્તિ કેન્દ્ર અને બુથ ઉપર આયોજિત કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર / પ્રદેશ ની યોજના પ્રમાણે વિશાળ જનસભાઓનું (લોકસભા સ્તરે) આયોજન કરેલ હતું. પરંતુ વરસાદનાં કારણે રદ્દ થયેલ જનસભા ફરી તા.૨૯/૦૬/૨૦૨૩ ને ગુરુવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે દાહોદનાં છાપરી ખાતે, જિલ્લા ભાજપ કાર્યાલય, કમલમ પાસે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા સાથે મંત્રી કુબેરભાઈ ડિંડોર (કેબિનેટ શિક્ષણ મંત્રી) ની પ્રેરક ઉપસ્થિતિમાં વિશાળ જનસભાનું આયોજન કરેલ છે. જેના ચકાસણીના ભાગ રૂપે આજે જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઇ સોની એ સભા સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી.
આ વિશાળ જન સભાને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં જિલ્લાનાં કાર્યકરો, પદાધિકારીઓ અને ચૂંટાયેલ પાંખનાં સભ્યો, શક્તિ કેન્દ્રનાં સંયોજક, સહ સંયોજક અને પ્રભારી, બુથ સમિતિનાં પ્રમુખ, સભ્યો અને પેજ સમિતીનાં પ્રમુખ,સભ્યોએ ઉપસ્થિત રહેવાનું છે.