ગત રોજ તા.૧૮/૦૬/૨૦૨૩ ને રવિવારના રોજ દાહોદ જિલ્લા મહિલા મોરચા દ્વારા દાહોદ નગર ખાતે પ્રથમ વખત વોટીંગ કરનાર બહેનો એટલે કે યુવતીઓનું “નવોદિત મતદાતા યુવતી સંમેલન” યોજાયું હતું. જેમાં પ્રદેશમાંથી મહિલા મોરચાના પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઈ આમલિયાર, દાહોદ તાલુકા ધારાસભ્ય કનૈયાભાઈ કિશોરી, મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, જિલ્લા મહિલા મોરચા પ્રભારી કેતુબેન દેસાઈ, જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ મેઘાબેન પંચાલ, દાહોદ શહેર સંગઠન પ્રમુખ પ્રશાંતભાઈ દેસાઇ તથા મહામંત્રી અર્પિલભાઈ શાહ દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, દરેક મંડલ મહિલા મોરચા પ્રમુખ, મહામંત્રી બહેનો, કાઉન્સિલર બહેનો તેમજ 600 જેટલી યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
જેમા વક્તા તરીકે પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમાબેન મોહિલે યુવતીઓને માર્ગદર્શન પૂરુ પાડયુ પ્રભારી કેતુબેન દેસાઈ એ પણ યુવતીઓને માર્ગદર્શન આપ્યુ
દાહોદ જિલ્લા મહિલા મોરચા દ્વારા દાહોદમાં પ્રથમ વખત વોટીંગ કરનાર યુવતીઓનું “નવોદિત મતદાતા યુવતી સંમેલન” યોજાયું
RELATED ARTICLES