દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વ્યાયામ મંડળ દ્વારા ખેલ મહાકુંભ અને કલામહાકુંભ – ૨૦૧૭ રજીસ્ટ્રેશનનો બહિષ્કાર કરી D.S.O. ને આવેદનપત્ર આપ્યું

0
441

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરમાં જિલ્લા સેવા સદન ખાતે દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વ્યાયામ મંડળ દ્વારા આજ રોજ D.S.O. (જિલ્લા રમતગરમત અધિકારી) ને ખેલ મહાકુંભ અને કલામહાકુંભ – ૨૦૧૭ ના રજીસ્ટ્રેશનનો બહિષ્કાર કરતો એક આવેદન પત્ર આપવામાં આવ્યું.
વધુમાં જણાવનું કે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિના આદેશ અનુસાર ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને સાતમા પગારપંચ અને પ્રાથમિક તેમજ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સરકારી વ્યાયામ શિક્ષકની ભરતીનો અમલ તથા રાજ્યની એક-એક વર્ગની ત્રણ શાળા વચ્ચે એક ચિત્ર શિક્ષક અને એક વ્યાયામ શિક્ષક આપવો, તથા શાળામાં ૪ કરતાં વધુ વર્ગો હોય ત્યાં એક શિક્ષક અને એક વ્યાયામ શિક્ષક આપવો. સરકાર દ્વારા કરવામાં આવેલ નથી તેમજ અન્ય પ્રશ્નો પણ ઉકેલાયેલ નથી તેથી દાહોદ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘ દ્વારા સરકારશ્રીના તમામ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનું સર્વાનુમતે ઠરાવેલ છે. જેથી દાહોદ જિલ્લાના વ્યાયામ શિક્ષક સંઘ દ્વારા ખેલ મહાકુંભ અને કલામહાકુંભના રજીસ્ટ્રેશન તેમજ તે માટે યોજવામાં આવનાર તમામ મીટીંગનો પણ બહિષ્કાર કરેલ છે. તે બાબતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વ્યાયામ મંડળના પ્રમુખ નીલકંઠભાઈ ઠક્કર, મંત્રી જી.ડી.વણકર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિલિપ જે. પટેલ તથા અન્ય વ્યાયામ શિક્ષકો અને ચિત્ર શિક્ષકો દ્વારા દાહોદ જિલ્લા રમત ગમત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here