દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કોરોના રસીકરણની તૈયારીની અમલવારી અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી

0
35

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ (I.A.S.) દ્વારા તા.૧૮/૦૧/૨૦૨૧ ના રોજ જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખાના કર્મચારીઓ તથા તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના અધિકારીઓ સાથે આરોગ્ય શાખાને લગતી અત્યંત મહત્વની એવી કોરોના રસીકરણની તૈયારી, આયોજન, અને સફળતા પૂર્વક અમલવારી સુનીશ્ચિત કરવા સમીક્ષાની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ દ્વારા સરકારશ્રીની સૂચના મુજબ તમામ આરોગ્યકર્મીઓને કોરોના વાયરસથી બચવા રસીકરણ કરવા જરૂરી માર્ગદર્શન તથા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય શાખાને લગતી અન્ય સ્થાઈ કામગીરી પણ જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજએ સમીક્ષા કરી જિલ્લા આરોગ્ય અધિકારીને અમલવારી કરાવવા માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here