સમગ્ર દેશમાં 2024 ની લોકસભાની સામાન્ય ચૂંટણીની જ્યારે જાહેરાત થઈ ગઈ છે અને ચૂંટણીના પડઘમ ચોતરફ વાગી રહ્યા છે ત્યારે દાહોદમાં આજે કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. દાહોદ 19 લોકસભા મતવિસ્તાર માટે ઉમેદવારી પત્ર ભરવા માટે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવીયાડે પોતાનું નામાંકન દાહોદ ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે સમક્ષ ભર્યું હતું. કોંગ્રેસે નામાંકન ભરતા પહેલા વિજય રેલીનું આયોજન કર્યું હતું અને સભામાંથી કાર્યકર્તાઓ દાહોદ ઈન્દોર હાઇવે થી એક ખાનગી પ્લોટમાંથી રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ પ્રભાબેનના નિવાસ્થાને પહોંચ્યા હતા
Byte – પ્રભાબેન તાવિયાડ કોંગ્રેસ દાહોદના ઉમેદવાર