Thursday, November 7, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા SOG અને LCB સ્ટાફ દ્વારા પ્રોહી ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને...

દાહોદ જિલ્લા SOG અને LCB સ્ટાફ દ્વારા પ્રોહી ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા.

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, IPS પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા બલરામ મીણા, IPS પોલીસ અધિક્ષક દાહોદનાઓની સીધી રાહબાત હેઠળ સુચના અને માર્ગદર્શન આધારે આગામી વિધાનસભા ચુંટણી – ૨૦૨૨ મુક્ત ન્યાયી અને શાંતી તથા કોઇ રૂકાવટ વગર યોજાય તે માટે દાહોદ જીલ્લા પોલીસે ગત રોજ તા.૨૬/૧૧/૨૦૨૨ નાં ૨૪ કલાકમાં ગેરકાયદેસર પ્રવૃતીઓ કરતા ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશનના કુલ કેસો- ૩૮, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના કેસો – ૧૨, જેમાં બોટલો નંગ – ૫૬૫૯, કી.રૂ.૬,૮૧,૭૮૪/- તથા ગુનાના કામે વપરાયેલ બંન્ને વાહનની કી.રૂ . ૬,૭૫,૦૦૦/- તથા દેશી દારૂના કુલ – ૨૨ કેસો, ૧૦૭ લીટર જેની કીંમત રૂપીયા – ૨૧૪૦/- નો દેશી પ્રોહી મુદ્દામાલ પકડી પાડેલ તથા ૦૪ કેસો પીવાના કરેલ છે. જેમાં કુલ પ્રોહી મુદ્દામાલ કી.રૂ.૧૩,૫૮,૯૨૪/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.

જેમાં ગરબાડા પો.સ્ટે.સી.પાર્ટ ગુ. ર. નં. ૧૧૮૨૧૦૨૪૨૨૦૩૨૮/૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫ ઇ, ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના ગુનાના કામે પ્રોહી ગણનાપાત્ર કેસ કરેલ જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ – ૧૧૨૮, કી.રૂ.૧,૩૮,૬૦૦/- તથા ગુનામાં ઉપયોગમાં લીધેલ વાહનની કી.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૩,૮૮,૬૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મીનાક્યાર ચેક પોસ્ટ ઉપરથી આ કામના આરોપી નામે (૧) નરસીંગભાઇ કચરાભાઇ જાતે.માવી રહે. નઢેલાવ પટેલ ફળીયા (૨) સેજાવાડા ઠેકા પરથી માલ ભરી આપનાર (૩) મનુભાઇ ઉદેસીંહ જાતે. રાઠોડ, રહે.કાલીયાવાડ ખોબરા ફળીયું, તા.ધાનપુર , જી.દાહોદ નાઓ પૈકી આ. નં. ૦૧ નાને પકડી પાડી જીલ્લા S.O.G. શાખા, દાહોદના અધિકારી, કર્મચારીઓને મળેલ બાતમી આધારે આ કામનો આરોપીઓને રેઇડ કરી ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

વધુમાં બીજો એક ગરબાડા પો.સ્ટે.સી.પાર્ટ ગુ. ર. નં. ૧૧૮૨૧૦૨૪૨૨૦૩૨૯/૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના ગુનાના કામે પ્રોહી ગણનાપાત્ર કેસ કરેલ જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ – ૪૮૦, કી.રૂ.૭૧,૫૨૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે મોજે નીમચ ચેક પોસ્ટ.ઉપરથી આ કામના આરોપી નંબર વગરની મો. સા. ઉપર બે અજાણ્યા ઇસમો જેના નામઠામની ખબર નથી તેઓને જીલ્લા S.O.G.શાખા, દાહોદના અધિકારી, કર્મચારીઓને મળેલ બાતમી આધારે આ કામનો આરોપીઓને રેઇડ કરી ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ત્રીજો એક કેસ સાગાટળા પો.સ્ટે.સી.પાર્ટ ગુ. ર. નં. ૧૧૮૨૧૦૫૦૨૨૦૨૭૧/૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના ગુનાના કામે પ્રોહી ગણનાપાત્ર કેસ કરેલ જેમાં ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો નંગ – ૩૧૪૪, કી.રૂ.૩,૫૭,૦૭૨/- તથા ગુનામાં ઉપયોગમાં લીધેલ વાહનની કી.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૭,૫૭,૦૭૨/- નો પ્રોહી મુદ્દામાલ બામરોલી મુવાડા ગામ ઉપરથી આ કામના આરોપી નામે (૧) કલસીંગભાઇ સુરસીંગભાઇ જાતે.બારીઆ રહે. માંડવ તા.દેવ.બારીયા જી.દાહોદ (૨) બોલેરો ગાડી નં.GJ – 17 BA 3682 નો ચાલક ડ્રાઇવરનાઓને પકડી પાડી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી, કર્મચારીઓને મળેલ બાતમી આધારે આ કામનો આરોપીઓને રેઇડ કરી ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

THIS NEWS IS POWERED BY –– AVSAR PUJAPA & DECORATION

તેવી જ રીતે ચોથો એક કેસ કે જેમાં ઝાલોદ પો.સ્ટે.સી.પાર્ટ ગુ. ર. નં. ૧૧૮૨૧૦૩૦૨૨૦૫૬૫/૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના ગુનાના કામે પ્રોહી ગણનાપાત્ર કેસ કરેલ જેમાં ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો નંગ – ૩૦૮, કી.રૂ.૨૮,૫૬૦/- તથા ગુનામાં ઉપયોગમાં લીધેલ વાહનની કી.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કી.રૂ.૫૩,૫૬૦/- નો પ્રોહી મુદ્દામાલ ગરાડું ગામે ઉપરથી આ કામના આરોપી નામે (૧) વિજયભાઇ બાબુભાઇ જાતે. ગરાસીયા રહે. ગરાડું, કજેલી ફળીયા, તા.ઝાલોદ જી.દાહોદ (૨) રમેશભાઇ કીકાભાઇ જાતે.મુનીયા રહે. ગરાડું, કજેલી ફળીયા, તા.ઝાલોદ જી.દાહોદ જીલ્લા L.C.B.શાખા, દાહોદના અધિકારી, કર્મચારીઓને મળેલ બાતમી આધારે આ કામનો આરોપીઓને રેઇડ કરી ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આમ પાંચમો એક કેસ કે જેમાં ફતેપુરા પો.સ્ટે.સી.પાર્ટ ગુ. ર. નં. ૧૧૮૨૧૦૨૦૨૨૦૫૫૬/૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫ ઇ, ૧૧૬(બી) મુજબના ગુનાના કામે પ્રોહી ગણનાપાત્ર કેસ કરેલ જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ – ૨૬૭, કી.રૂ.૩૪,૫૧૦/- નો પ્રોહી મુદ્દામાલ બામરોલી મુવાડા ગામ ઉપરથી આ કામના આરોપી બેન નામે ધારીકાબેન વા/ઓ વીનુભાઇ ઉર્ફે વિનોદભાઇ લબાના તા.ફતેપુરા જી.દાહોદ જીલ્લા એલ.સી.બી.શાખા ,દાહોદના અધિકારી lકર્મચારીઓને મળેલ બાતમી આધારે બલૈયા ગામેથી આ કામનો આરોપીબેન ને રેઇડ કરી ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

તેમજ ખુબ લાંબા સમયથી પેન્ડીંગ-૪૬ બિનજામીનલાયક વોરંટવાળા ઇસમોની બજવણી કરવામાં આવેલ છે. તેમજ લીધેલ અટકાયતી પગલામાં સી.આર.પી.સી – ૧૦૭ હેઠળ કુલ – ૧૨૭ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધેલ છે અને સી.આર.પી.સી – ૧૫૧ હેઠળ કુલ – ૧૦૯ અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી – ૧૦૯ હેઠળ કુલ – ૧૦ અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી – ૧૧૦ હેઠળ કુલ – ૧૯૯ અટકાયતી પગલા લીધેલ છે અને પ્રોહી – ૯૩ ના હેડ હેઠળ કુલ – ૫૨ મળી કુલ – ૪૯૭ અટકાયતી પગલા લીધેલ છે.

તેમજ જીલ્લામાં લાયસન્શ ધરાવતા હથિયાર પરવાનેદારોના કુલ – ૦૩ ના હથિયારો જમાં લેવામાં આવેલ છે. આમ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતીમાં સંડોવાયેલ પ્રોહી બુટલેગર શૈલેષભાઇ દલાભાઇ જાતે.પટેલને પાસાધારા હેઠળ જીલ્લા L.C.B. શાખા, દાહોદનાઓએ અટકાયત કરી જીલ્લા જેલ ભુજ મોકલી આપેલ છે.

વડોદરા શહેરના નવાપુરા પો.સ્ટે.એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨ ૨૦૬૨૮/૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૬, ૫૦૬ (૨), ૩૨૩, ૩૫૪(સી) મુજબના ગુનાના કામનો આરોપી નામે આદલીભાઇ યુસુફભાઇ જાતે.કાયરા રહે.ઝાલોદ મીઠા ચોક, તા.ઝાલોદ જી.દાહોદ નાને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી, કર્મચારીઓને મળેલ બાતમી આધારે તેના ઘરેથી ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આગામી વિધાનસભા ચુંટણી અન્વયે છેલ્લા ૦૨ વર્ષથી દાહોદ ટાઉન એ ડીવિઝન પો.સ્ટે. વિસ્તારમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી નામે (૧) કેંદુભાઇ ડુંગરસિંહ ચૌહાણ (૨) કાદુ સકલીયાભાઇ તોમર બંન્ને રહે.કુહા ગામ લુહાર ફળીયું તા.કઠીવાડા જી.અલીરાજપુર (મ.પ્ર) નાઓને બાતમી આધારે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓને મળેલ બાતમી આધારે કઠીવાડા થાના જી.અલીરાજપુર (મ.પ્ર) પોલીસની મદદ લઇ ઘરેથી પકડી પાડેલ છે.

આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સફળ કામગીરી દાહોદ જીલ્લા પોલીસે કરેલ છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments