દાહોદ જીલ્લામાં આજે 23 વ્યક્તિઓ કોરોના પોઝીટીવ અને સાથે સાથે રેપિડ ટેસ્ટમાં 07 વ્યક્તિઓ પોઝીટીવ મળી કુલ 30 વ્યક્તિઓના કોરોના પોઝીટીવ જાહેર થયા

0
105
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જીલ્લામાં આજે તા. 01/08/2020 ને શનિવાર ના રોજ 23 વ્યક્તિઓના કોરોના પોઝીટીવનો વિસ્ફોટ થયાની જાહેરાતની સાથે શહેર સહીત જિલ્લામાં ખળભટળાટ ફેલાઈ ગયો હતો. ત્યારે આ 23 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ આવવાની થોડી જ વખતમાં બીજા 7 વધુ વ્યક્તિઓનો રેપિડ ટેસ્ટ પોઝીટીવ આવતા આજ રોજ કુલ 30 વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવેલ છે. દાહોદ જિલ્લામાં ગત 24 કલાકમાં કુલ 142 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનો આજે રિપોર્ટ આવતા કુલ 142 પૈકી 119 વ્યક્તિઓના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને 23 વ્યક્તિઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, ત્યારબાદ આજે રેપિડ ટેસ્ટમાં કુલ 63 વ્યક્તિઓના સેમ્પલના રિપોર્ટ આવતા તેમાં 07 વ્યક્તિઓના સેમ્પલનો રેપિડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને આ રેપિડ ટેસ્ટ ના રિપોર્ટ આવતા કુલ આંકડો 599 પર પહોંચી ચુક્યો છે. અને એક્ટીવ કેસોની સંખ્યા વધીને 356 પર પહોચી ચુકી છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ 04 વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે કુલ 35 વ્યક્તિઓ મળીને કુલ 39 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ બહુ વધી રહ્યું હોય તેમ બની જણાઈ રહ્યું છે. દાહોદ જિલ્લામાં કોરોના મહામારીએ અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરતાં અનલોક – 2 ના શરૂ થયાના દિવસથી આજ દિન સુધીમાં સંખ્યા બંધ કેસોમાં વધારો થતાં દાહોદ જિલ્લામાં લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો છે. અને લોકો પોતાની દુકાન, વેપાર જાતે જ બપોરના 01:00 વાગ્યાથી 02:00 વાગ્યા સુધીમાં બંધ કરી પોતાના ઘરે જતાં રહે છે.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આ ઉપરાંત કોરોના કાળમાં એક તરફ રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ હટાવી લોકડાઉનમાં વધુ છૂટછાટ આપી 5 ઓગસ્ટથી જીમ, સહિતના સંસાધનો શરુ કરવા જાહેરાત કરી દીધી છે. તે સમયે કોરોનાના મારથી દાહોદ જિલ્લાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. છેલ્લા એક જ સપ્તાહમાં દાહોદ જિલ્લામાં 200 થી વધુ કોરોના પોઝીટીવ કેસોના આંકડા જ કોરોનાની ભયાનકતા દર્શાવે છે. જેના પરિણામ સ્વરૂપ સરકારના અનલોકની સામે શહેર સહીત જિલ્લામાં બપોર બાદ સ્વંયભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યું છે. આરોગ્ય વિભાગે દ્વારા ગત 24 કલાક પહેલા કલેક્ટ કરેલ અને આજના રેપિડ ટેસ્ટ મળી કુલ 205 સેમ્પલો તપાસ અર્થે મોકલ્યા હતા જે પૈકી 175 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને 30 વ્યક્તિઓ પોઝીટીવ આવેલ જેમથી 23 વ્યક્તિઓના નામ : (1) કિંજલ મયુરભાઈ પંચાલ ઉ.વ. 30 વર્ષ, રહે. વિશ્વકર્મા મંદિરની સામે, દાહોદ, (2) મનોરમાબેન પ્રવિણચંદ્ર શાહ, ઉ.વ. 60 ,ગુજરાતીવાડ, દાહોદ, (3) ધર્મેન્દ્રભાઈ શાંતીલાલ લીમડીવાલા, ઉ.વ. 50 વર્ષ,લક્ષ્મી નગર, દાહોદ, (4) વિરેન્દ્રસિંહ એચ. લબાના, ઉ.વ. 31 વર્ષ, ગોવિંદ નગર, દાહોદ, (5) ર્ડા.કલ્પેશભાઈ લબાના, ઉ.વ. 25 વર્ષ, ઝાયડસ મેડીકલ હોસ્પિટલ, દાહોદ, (6) સંજયભાઈ મહેન્દ્રભાઈ રામચંદાણી, ઉ.વ. ૨૧ વર્ષ, ગોવિંદ નગર, દાહોદ, (7) ગોપાલભાઈ રમેશચંદ્ર ખંડેલવાલ, ઉ.વ. ૪૩ વર્ષ, ગોવિંદ નગર, દાહોદ, (8) સ્વાતિ પ્રિતેશકુમાર કોઠારી, ઉ.વ. ૪૯ વર્ષ, પુષ્ટીનગર, દાહોદ, (9) મઘુકાન્તાબેન મંગળદાસ શાહ, ઉ.વ. ૮૪ વર્ષ, હરસોલાવાડ, દાહોદ, (10) શાબીરભાઈ હાતીમભાઈ કાયદાવાલા ઉ.વ. ૬૨ વર્ષ, ઉકરડી રોડ, દાહોદ, (11) કેવલ ચંદુભાઈ મેસાન, ઉ.વ. 23 વર્ષ, કદવાલ, ગામતળ, તા. ઝાલોદ, જી. દાહોદ, (12)  જયસ્વાલ નિર્મલ, ઉ.વ. ૭૨ વર્ષ, મેઈન બજાર, પીપલોદ, તા. દેવગઢ બારિયા, જી. દાહોદ, (13) બ્રિજેશ એમ. પટેલ, ઉ.વ. ૩૫ વર્ષ, ક્રિષ્ણા સોસાયટી, પીપલોદ, તા. દેવગઢ બારીયા, જી. દાહોદ, (14) કલ્પેશ જે. ભરવાડ, ઉ.વ. ૩૦ વર્ષ, ભરવાડ ફળિયું, પંચેલા, તા. દેવગઢ બારીયા, જી. દાહોદ, (15) ડામોર સેજલબેન નીરૂભાઈ, ઉ.વ. 15 વર્ષ, ખરસોડ, (16) મોચી મંજુલા જી., ઉ.વ. ૪૫ વર્ષ, ધરમશાળા, તા. દેવગઢ બારીઆ, જી. દાહોદ, (17) સંગીતાબેન બારીઆ, ઉ.વ.૨૦, ધરમશાળા, દેવગઢ  બારીયા જી. દાહોદ, (18) પટેલ વિરેન્દ્રસિંહ, ઉ.વ. 36 વર્ષ, રાયબારા, નિશાળ ફળિયું, લીમખેડા, જી. દાહોદ, (19) કટારા ક્વિન્કલ કે. ઉ.વ. ૩૯ વર્ષ, ચીમનભાઈ પાર્ક, દેવગઢ બારીયા, જી.દાહોદ, (20) કટારા દિવ્યાંગ, ઉ.વ. ૧૫ વર્ષ, ચીમનભાઈ પાર્ક, દેવગઢ બારીયા, જી.દાહોદ, (21) કટારા ધ્રુતિક, ઉ.વ. 10 વર્ષ, ચીમનભાઈ પાર્ક, દેવગઢ બારીયા, જી.દાહોદ, (22) કટારા જીતેન્દ્ર કે., ઉ.વ. 20 વર્ષ, ચીમનભાઈ પાર્ક, દેવગઢ બારીયા, જી.દાહોદ, અને (૨૩) પટેલ કિંજલ જે., ઉ.વ. 32 વર્ષ, પ્રાયમીર હેલ્થ ભાટીવાડા, જી. દાહોદ તેમજ રેપિડ ટેસ્ટમાં (24) મુર્તુઝા નુરુદ્દીન ભાટિયા, ઉ.વ. 42 વર્ષ, સુજાઇ બાગ, દાહોદ, (25) ગોવિંદ ભીમસીંગ ડામોર, ઉ.વ. 40 વર્ષ, (26) શારદા ગોવિંદ ડામોર, ઉ.વ. 38 વર્ષ, ચાકલીયા રોડ, દાહોદ, (27) મનીષ નવનીતલાલ પંચાલ, ઉ.વ. 43 વર્ષ, મંડાવાવ રોડ, દાહોદ, (28) મધુ હરેશ કરેણ, ઉ.વ 34 વર્ષ, પંકજ સોસાયટી, દાહોદ, (29) 58 વર્ષીય કોકિલાબેન.એ. ભણસાલી, 58 વર્ષ, મંડાવાવ રોડ, દાહોદ, (30) 56 વર્ષીય પ્રભાબેન ફતેસિંગ રાઠવા, ઉ.વ. 56 વર્ષ, પટેલ ફળીયા, દાહોદનાઓ મળી કુલ 30 જેટલાં પોજીટીવ કેસો નોંધાતા શહેર અને જીલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ તમામ વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવતાની સાથે જ આ દરેક ની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્ક માં આવેલ છે. તેની માહિતી એકત્ર કરવા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર આ કાર્યમાં જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેંટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આજ રોજ દાહોદ જિલ્લામાં 30 વ્યક્તિ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા 599 થઈ છે અને સરકારી ગાઈડ લાઇન મુજબ કુલ 227 વ્યક્તિઓ સાજા થઈ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા કુલ 356 પર પહોચી ગઈ અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો 04 અને અન્ય બીમારીને કારણે કુલ 35 વ્યક્તિઓ મળીને કુલ 39 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here