દાહોદ જીલ્લામાં કોરોનાએ અણનમ બેવડી સદી ફટકારી, કુલ આંકડો ૨૧૩ પર પહોંચ્યો તથા એક્ટિવ કેસની કુલ સંખ્યા ૧૨૫ થઈ

0
185

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
દાહોદ જિલ્લામાં હવે તો રોજે રોજ કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. તેના કારણે દાહોદ શહેર અને સમગ્ર જીલ્લામાં ભયનું વાતાવરણ સર્જાવવા લાગ્યું છે. રોજે રોજ વધતાં જતાં કોરોના સંક્રમિતોના કારણે દાહોદ જીલ્લામાં કોરોનાએ બેવડી સદી પણ ફટકારી દીધી છે. જે ખરેખર એક ચિંતા પમાડે તેવો વિષય બનવા પામ્યો છે. આજે તા.૧૭/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ જવલ્લે ૧૫ જેટલા પોઝીટીવ કેસ જાહેર થયા હતા. આ ૧૫ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જાહેર થતા છેલ્લા ૬૦ કલાકમાં કુલ ૭૮ લોકો પોઝીટીવ જાહેર થયા છે. તે બાબતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૨૧૦ જેટલા અલગ અલગ જગ્યાએથી સેમ્પલ એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આજે આવતા કુલ ૨૧૦ સેમ્પલ પૈકી ૧૯૫ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૧૫ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

આજ રોજ તા.૧૭/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની ફરીથી હારમાળા સર્જાવવા લાગી છે. અને કુલ ૧૫ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) રજાક અહેમદહુસેન શેખ, ઉ.વ. – ૭૨ વર્ષ રહે. પીંજારવાડ, દાહોદ, (૨) ઈદ્રીશ સેફુદીનભાઈ નલાવાલા, ઉ.વ. ૫૭ વર્ષ, રહે. ગોધરા રોડ, દાહોદ, (૩) અશેષકુમાર ગિરધરલાલ શર્મા, ઉ.વ. ૪૬ વર્ષ, રહે. ગોવિંદ નગર, દાહોદ, (૪) પુનમ અશેષકુમાર શર્મા, ઉ.વ. ૪૨ વર્ષ, રહે. ગોવિંદ નગર, દાહોદ, (૫) સમીપ અશેષકુમાર શર્મા, ઉ.વ. ૧૯ વર્ષ, રહે. ગોવિંદ નગર, દાહોદ, (૬) અજયકુમાર રમેશભાઈ ભુરિયા, ઉ.વ. ૩૫ વર્ષ રહે. ગોદી રોડ, દાહોદ, (૭) નિમેશકુમાર પુનમચંદ્રભાઈ પંચાલ, ઉ.વ. ૪૦ વર્ષ, રહે. ગોવિંદ નગર, દાહોદ (૮) ડો.શાલીભદ્ર વિનોદચંદ્ર શાહ, ઉ.વ. ૩૧ વર્ષ, રહે. દાહોદ, (૯) ખીલનકુમાર હસમુખલાલ પ્રજાપતિ, ઉ.વ. ૨૫ વર્ષ, રહે. આદિત્ય નગર, દેલસર, દાહોદ, (૧૦) રાજેશભાઈ નાનાલાલ પંચાલ, ઉ.વ. ૪૫ વર્ષ, રહે. નવકાર નગર, દાહોદ. (૧૧) ડો. દુરૈયા અકબરભાઈ ગુલામઅલી, ઉ.વ. ૪૭ વર્ષ, રહે. બુરહાની સોસાયટી, દાહોદ, (૧૨) સરિતાબેન પ્રક્ષ્ભઈ રામચંદાની, ઉ.વ. ૫૨ વર્ષ રહે. પંકજ સોસાયટી, દાહોદ, (૧૩) આમિરભાઈ ઈસ્માઈલભાઈ જાંબુઘોડાવાલા, ઉ.વ. ૩૧ વર્ષ રહે. બુરહાની સોસાયટી, દાહોદ, (૧૪) મિતલબેન રોશનભાઇ પંચાલ, ઉ.વ. ૨૨ વર્ષ, રહે. ગોવિંદ નગર, દાહોદ અને (૧૫) જિગ્નેશભાઈ કાંતિભાઈ ચૌહાણ, ઉ.વ. ૩૩ વર્ષ, રહે. સબ સેન્ટર, તા.લીમખેડા, જી. દાહોદનાઓમાં કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારમાં સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને ૧૫ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.

THIS NEWS IS POWERED BY –– PHONE WALE 

વધુમાં આજે ૦૬ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઇન મુજબ સારા થતાં તેમણે રજા આપવામાં આવી છે. આ વ્યક્તિઓમાં (૧) સલિમભાઈ ગરબાડાવાલા (૨) સોહેલ ગરબાડાવાલા (૩) વસીમ ખોડા (૪) લુકમાન પટેલ (૫) સોહેલ પાટુક અને (૬) દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજનો સમાવેશ થાય છે. દાહોદ જીલ્લાના દરેક તાલુકામાં પણ હવે કોરોનાએ ધીમી ગતિએ પગપેસારો કર્યો છે ત્યારે આ બાબતે અન્ય તાલુકાનાં લોકોમાં પણ ભયનો માહોલ સર્જાવા લાગ્યો છે. અને દાહોદમાં તમામ વેપારી બંધુઓએ સ્વેચ્છા એ પોતાની દુકાન ખોલવા અને બંધ કરવાના સમયમાં ફેરફાર કરી દીધો છે. અને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અવારનવાર સોસિયલ મીડિયાના માધ્યમથી સૂચનો કરવામાં આવે છે. અને લોકો તેનું પાલન કરે તે ઇચ્છનીય છે.    

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં –  ૧૪   અને લીમખેડા તાલુકામાં  ૦૧  પોઝીટીવ કેસ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા  ૨૧૩  થઈ છે. જેમાંથી આજે કુલ  ૦૬  લોકો સરકારી ગાઈડ લાઇન ને આધારે સાજા થતાં તેમણે હોસ્પિટલ માથી રજા અપાતા કુલ  ૭૧  લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા  ૧૨૫  થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો આંકડો  ૦૨  અને  ૧૫  વ્યક્તિઓ કોઈક ને કોઈક બીમારીને કારણે મૃત્યુ પામેલ છે. અને પાછળથી તેમના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હોય તેવું બન્યું છે. જેથી કુલ મૃત્યુનો આંક  ૧૭  ઉપર પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here