દાહોદ જીલ્લા કોંગ્રેસે આજે ગુજરાત સરકાર દ્વારા ચુંટણીઓ પાછી લઇ જવાના મુદ્દે આજે કલેકટરને આવેદન આપ્યું

0
2256
Picture 003Picture 001
NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ જીલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં આક્ષેપો કરાયા હતા. ભાજપ સરકારના મુખ્યમંત્રી એ ગુજરાતની પ્રજાનો ભરોષો ગુમાવી દીધો હોય અને ગુજરાતના નાગરિકો સરકાર વિરુદ્ધ મતદાન કરશે તેવો સ્વીકાર કરીને ભાજપ સરકારે ચૂંટણી પાછી ઠેલી છે તે લોકતંત્રને ગળે ટૂંપો છે. ગુજરાતના મતદાતાઓના અધિકાર પર તરાપ સમાન છે. ભાજપ સરકાર બહુમતીના જોરે પોતાને મનઘડત ફેરફારો કાયદામાં કરીને લોકતંત્ર પંચાયત રાજને  નુકશાન કરી રહી છે.
                                      ગુજરાતમાં જીલ્લા-તાલુકા પંચાયતનીચૂંટણીઓ સમયસર યોજાય તે માટે કોંગ્રેસ પક્ષે રાજ્યના ચૂંટણી પંચ સમક્ષ તા.28/09/2015 ના રોજ વિસ્તૃત આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી પરંતુ ભાજપ સરકાર ને હાર દેખાઈ આવતા ભયભીત થઈને ચૂંટણી પાછી ઠેલવવા વટહુકમનો સહારો લીધો છે.
                                      ભાજપ સરકારના અનૈતિક, ગેરબંધારણીય, બીનલોકતાન્ત્રીક નીતિ-રીતિ ને કોંગેસ પક્ષ વખોડી કાઢે છે. અને ભાજપ સરકાર કાયદો-વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહી છે. તે ધ્યાને લઇ ભાજપ સરકાર તાકીદે રાજીનામું આપે. તેવું આવેદનપત્ર આપતા કોંગ્રેસના જીલ્લા પ્રમુખ કિરીટ પટેલ, પ્રભાબેન તાવીયાડ, ધારાસભ્ય  વજેસિંહ પણદા, રઘુ મછાર, નાગેશ ધારમારે, મોઈન કાઝીએ કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here