દાહોદ જીલ્લા પંચાયતમાં બિહારવાળી પત્થરમારો ખાનગી ફાયરીંગ 3 ગાડીઓ ફૂકીમારી : પોલીસે વળતા જવાબમાં ટીયરગેસ સેલ છોડ્યા અને ફાયરીંગ પણ કર્યું હોવાનું જાણવા મળેલ છે (NewsTok24 Exclusive)

0
836

Picture 001NewsTok24 – Keyur Parmar – Dahod


દાહોદમાં 4 વાગ્યા ના સમયે જીલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખ ની પ્રક્રિયા માટે જીલ્લા પંચાયત સભા ખંડમાં બંને ભાજપ અને કોંગ્રેસ ના સભ્યો ભેગા થયા હતા અને ત્યાર બાદ દાહોદ જીલ્લા ચુંટણી અધિકારી અને દાહોદ ના કલેકટરે આવી ને ચુંટણી  પ્રક્રિયા શરુ કરી હતી અને ત્યાર બાદ તમામ ઘટના ક્રમ નીચે મુજબ થયો.
IMG_20151222_164121
> પહેલા ઓફીસીઅલ પ્રક્રિયા શરુ થઇ 
> ભાજપના અમુક કાર્યકર્તાઓએ અંદર પરિસ્થિતિ સમજી જઈ ધમાલ કરી ભાજપ ના 24 અને કોંગ્રેસ પાસે 26 સભ્યો હતા
> ત્યારબાદ ભાજપના અમુક સભ્યો ધ્વારા સુનિયોજિત હોય તેમ તેમની તરફના જ ટેબલો તોડફોડ કરી નાખ્યા અને ખુરશીઓ ફેકી।
> તેમ છતાં કોંગ્રેસના એક પણ સભ્ય એ કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યુ
> પરંતુ ચુંટણી  અધિકારીએ સભ્યો ની બહુમતી કોંગ્રેસ ની હોવા છતા સભા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો જે જાણકારોના મતે ગેરબંધારણીય છે કારણકે બહુમતી વાળા પક્ષ ના તો બધાજ સભ્યો હાજર હતા અને એટલુજ નહિ એક વ્યક્તિ તો ગંભીર હોવા છતાં તેને એમ્બ્યુલન્સ માં લાવ્યા હતા.
> પણ આવતીકાલ ની 23 તારીખ 11વાગ્યા નો સમય આપ્યા બાદ બંને પક્ષ ના સભ્યો જીલ્લા પંચાયત માં બેઠા અને કલાક બાદ પણ બહાર ન આવતા પોલીસે રજૂઆત કરતા કોંગ્રેસ ના સભ્યો ને લગઝરી બસ ધ્વારા બહાર લાવવાનો નિર્ણય લીધો
> પણ પહેલી વાર ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ કરતા બસ પછી મોકલી પછી અંધારું થયું એટલે પોલીસે ફરી વાત કરતા જેમ તેમ બસ તો અંદર મોકલી પણ જેવી બસ જીલ્લા પંચાયત ના ગેટ પરથી અંદર પહોચી ભાજપના કાર્યકર્તાઓએ પત્થરમારો શરુ કરી દીધો
> એટલામાંજ એક પહેલું ખાનગી ફાયરીંગ થયું અને ત્યારબાદ તો ધડા ધડ પત્થરમારો શરુ થયો ને પોલીસ કઈ પણ  સમજી ના શકી અને સામે રોકવા મેદાને પડી ગઈ.
> પત્થર મારાની સાથે સાથે ખાનગી ફાયરીંગ થતું ગયું અને પોલીસ ટીયર ગેસ ના સેલ છોડતી ગઈ પણ સામેથી પત્થર મારો જોર થી થવા માંડ્યો એટલે પોલીસ તરફતી પણ હવામાં ફાયરીંગ થયું હોવાનું સુત્રો ધ્વારા જાણવા મળેલ છે.
> આ ઘટના ઘટી રહી હતી તેવા સમયેજ બસ ને જીલ્લા પંચાયત ના પાર્કિંગ માં આવી ને આગ લગાડી જતા ભયંકર દ્રશ્યો સર્જાયા હતા.
> થોડીજ વાર માં બસ એ આગ પકડી લીધી હતી અને બસ ની આજુબાજુ બીજી દસ જેટલી ગાડીઓ પડી હતી અને બસ ના ઉપર થી જતી હાઈટેન્સન લાઈનના કેબલે આગ પકડતા ધડાકા  સાથે જીલ્લા પંચાયત ભવન ની બધી લાઈટ બંધ થઇ ગઈ હતી.
> અને આ બાજુ પત્થર મારો જોરદાર ચલતો જ રહ્યો લગભગ દોઢ થી બે કલાક ચાલેલી આ ઘટનાક્રમમાં આખી બસ સળગી ગઈ અને ત્યાં સુધી અગ્નિશામક પહોચી ન હતી।
> અને અગ્નિ શામક પહોચી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ધ્વારા એક સ્કોર્પિયો અને એક ઝાયલો ને સળગાવી દેવામાં આવી હતી.
> જે સળગતા સળગતા  આગળ વધતી હતી જેને રોકવા પોલીસના બે જવાનો એ રિસ્ક લઇને  પૈડા નીચે પત્થર મૂકી અને સળગતી ગાડીયો આગળ આવતી બચાવી હતી જેથી સામે ઉભેલી બીજી 5 ગાડીઓ સળગતા બચાવી હતી.
> રાત્રીના 9 વાગ્યા સુધી ભાજપ કોંગ્રેસના સભ્યો જીલ્લા પંચાયત માજ  હતા અને જીલ્લા પોલીસવડાના કહેવા મુજબ જેમને જવું હશે તેને જવા દઈશું અને રહેવું હશે તે અહી રહેશે.
IMG_20151222_180127
      ખરેખર તો આજ ની આ ઘટના દાહોદ જીલ્લા માટે આવનાર સમયમાં મોટી પડકાર રૂપ બની રહી હોય તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. શું રાજકારણીઓ તેમના સ્વાર્થ સાધવા માટે જીલ્લાની જનતાને બાન લેશે ? શું દાહોદ જીલ્લાને ઉત્તર પ્રદેશ અને બિહાર બનાવવાની તૈયારીઓ આ રાજકારણીઓ પોતાના થોડાક સ્વાર્થ માટે કરી રહ્યા છે? શું પોલીસ આનાથી વધુ સારી રીતે આ મામલાને હેન્ડલ કરી શકતી તી? શું જીલ્લા ચુટણી અધિકારી માત્ર તોફાન નું બહાનું કાઢી ને આ ચુંટણી લંબાવી દે એ કાયદાની પરિભાષા છે ? અને આ લંબાવી દીધા પછી જે ઘટના બની  તેના માટે આ ચુંટણી અધિકારી ને જવાબદાર કેમ ના ઠેરવવા? શું કાયદા પ્રમાણે બહુમતી ધરાવતા પક્ષના પુરા સભ્યો હાજર હતા પછી આવતીકાલ માટે નો લીધેલો નિર્ણય શું વ્યાજબી હતો ? જો ન હતો તો આ બન્યું એનું જવાબદાર કોણ અને ન હતો તો પછી આના માટે જવાદાર કોને ગણવા ? શું સરકાર આ ઘટનાની સાચી તપાસ કરશે ખરી ? આવા અનેક પ્રશ્નો જિલ્લાની જનતામાં ચર્ચાઈ રહ્યા છે અને જીલ્લામાં સદંતર ભય નો માહોલ ખડો થયો છે. અને લોકો ઈચ્છે છે કે આની નિષ્પક્ષ તપાસ થાય અને દોષિતો ઉપર કાર્યવાહી થાય. જેથી ભવિષ્યમાં દાહોદમાં કોઈ બિહારવાળી કરવાની હિમ્મત ના કરે.

IMG_20151222_161849

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here