દાહોદ જીલ્લા પોલીસ વડા તરીકે બપોરના સમયે મનોજ નીનામા એ ચાર્જ સંભાળ્યો હતો. નવા જીલ્લા પોલીસ વડા ની આગમન ની તૈયારિયો સવારથીજ દાહોદ પોલીસ કરતી જોવા મળી હતી. જીલ્લાના નવા પોલીસ વડાનું આવતાની સાથે સલામી આપી સન્માન કરવામાં આવ્યું અને ત્યાર બાદ જીલ્લાના તમામ પોલીસ અધિકારીયો એ બુકે આપી સ્વાગત કરી પરિચય આપ્યો હતો. પોતાની ઓફીસ તરફ જતા અને સ્વાગત થી ખુસ જીલ્લા પોલીસ વડા ને પત્રકારોએ વેલકમ કેહતા તેઓએ પત્રકારો ની ઉપસ્થીને માન આપી હળવું સ્મિત આપી અંદર તરફ ગયા હતા.
