દાહોદ ટાઉન પી.આઈ દ્વારા દાહોદ શહેરમાં ગાડીઓ વાળા ઉપર ટ્રાફિક મામલે સપાટો

0
365

KEYUR PARMAR – DAHOD

 

દાહોદ ટાઉનમાં ટ્રાફિકની સમસ્યા વધી જતાં અને ખાનગી વાહનોની ભરપૂર દાદાગીરીને ડામવા દાહોદ P. I. એ દાહોદ જિલ્લા પોલીસવડા ની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી કરી સપાટો બોલાવી દીધો છે. દાહોદમાં પડાવ, નેતાજી બજાર જેવા વિસ્તારોમાં એક તરફી વાહનોની જવાનું કરી આ વિસ્તારમાં ફક્ત દ્વિ-ચક્રીય વાહનો માટે જાહેર કર્યું. વધુમાં રીક્ષા અને કાર જેવા વાહનો દૌલત ગંજ બજારમાં થઈ અથવા યાદગાર ચોકથી નીચે ઉતારી ગોવિંદનગર વાળા રસ્તે થઈને આવવા તથા જવાનું ડાયવર્ટ કરી ટ્રાફિકની સમસ્યાઓ હળવી કરી.

વધુમાં ખાનગી વાહનો જેવાકે ક્રુઝર, જીપના ઉપરના કેરિયર પર બેસાડીને જતા તેવા ભારે વાહનોનાં કેરિયરો કઢાવી દીધા હતા અને તેના ડ્રાઇવરને મેમો પણ આપ્યા હતા આમ દાહોદ P. I. એ ટ્રાફિકની સમસ્યાઓ હળવી કરવા આકરાં પગલાં ભર્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here