દાહોદ નગરની આર. એન્ડ એલ. પંડ્યા હાઇસ્કુલ ખાતે “G-20 અવેરનેસ પ્રોગ્રામ” યોજાયો

0
23

દાહોદ નગર ખાતે “G-20 અવેરનેસ પ્રોગ્રામ” યોજાયો. આર. એન્ડ એલ. પંડયા હાઈસ્કૂલ, દાહોદ  ખાતે સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રો.એ.આર. દરજી, G-20 નોડલ ઓફિસર દાહોદ જીલ્લા દ્વારા “G – 20 અવેરનેસ પ્રોગ્રામ” તજજ્ઞ વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું.

કાર્યક્રમની શરૂઆત સંસ્થા ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન કાઉન્સિલના પ્રેસિડેન્ટ તથા સહ પ્રાધ્યાપક એવા ડો.ડી.બી. જાની દ્વારા કરવામાં આવી હતી અને તેમના દ્વારા વિવિધ ઇજનેરી અભ્યાસક્રમો વિષે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ આ કાર્યક્રમમાં સંસ્થાના  એસ.એસ.આઈ.પી. કોર્ડીનેટર ડો.એમ.કે. ચુડાસમા દ્વારા એસ.એસ.આઈ.પી. વિષયક માહિતી આપવામાં  આવી હતી. કાર્યક્રમના અંતે સહાયક પ્રાધ્યાપક પ્રો.એ.એન. નવલે દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને અધ્યાપક ગણ તથા સંસ્થાના આચાર્યનો આભાર માનવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ૧૨૦  જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here