Monday, November 11, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ નગરની જળ વ્યવસ્થાપનને સુદ્રઢ કરવાના અદ્યતન પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કરશે...

દાહોદ નગરની જળ વ્યવસ્થાપનને સુદ્રઢ કરવાના અદ્યતન પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ

  • દાહોદ નગરમાં જળ વિતરણમાં સેન્સર્સ ટેકનોલોજીથી લિકેજીસ શોધીને વ્યય થતા પાણીને બચાવી શકાશે.
  • રૂ. ૯૨.૦૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પાણી પુરવઠા પરિયોજના થકી પાણીના વિતરણ અંગેની માહિતી મેળવી શકાશે.

કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ દાહોદ નગરની જળ વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. આ પ્રોજેક્ટ થકી દાહોદ નગરની જળ વ્યવસ્થાપન અને વિતરણ વ્યવસ્થા આધુનિક ટેક્નોલોજીના વિનિયોગથી વધુ સુદ્રઢ બનશે. બોડેલી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. દાહોદ શહેરમાં રૂ. ૯૨.૦૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ વોટર સપ્લાય પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત ૨૬ કિમીની લંબાઈ ધરાવતા ખુલ્લા વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડવા ઉપરાંત ૧૫ M.L.D. સંપ અને ૧૧ M.L.D.E.S.R. ના બાંધકામ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી દાહોદ નગરના એક લાખ લોકોને ફાયદો થશે.

આ પ્રોજેક્ટના સેન્ટ્રલ વોટર વર્કસ પર હાલના W.T.P. નું રીટ્રોફિટિંગ અને વોટર મીટર વડે પાણીના થતા વ્યયને અટકાવી શકાશે. સ્માર્ટ વોટર સિસ્ટમ વડે સ્માર્ટ એનર્જી સિસ્ટમ્સની જેમ રિયલ ટાઇમ ડેટા એકત્રિત કરવા માટે I.O.T. સેન્સર્સના ઉપયોગ વડે ટેક્નિકલ ખામીઓને શોધી તેને રિપેર કરવામાં મદદરૂપ નીવડશે. આ ઉપરાંત સમગ્ર નેટવર્ક દરમ્યાન કરવામાં આવતાં પાણીના વિતરણ અંગેની કામગીરી, નિરીક્ષણ તેમજ પાણીની સુવિધાઓને મહત્તમ ઉપયોગ કરી શકાશે. પાણી પુરવઠા માટે વોટર મીટરીંગ અને S.C.A.D.A. ના અમલીકરણ વડે પાઇપ લાઇનમાં થયેલી તમામ ખામીઓને દૂર કરવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવશે તેમજ આ મશીન થી શહેરી ઉપરાંત શહેર બહારના વિસ્તારોમાં પણ પાણી નેટવર્ક વિસ્તરણ કરવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવશે.

આમ લોકોને પૂરતું પાણી આપવાના મહત્વના નિર્ણય સામે મીટર વ્યવસ્થાને સહાયરૂપ કરવા માટે આ પ્રોજેક્ટ નિર્ણાયક સાબિત થશે. આમ, આ વોટર સપ્લાય પ્રોજેક્ટ સમગ્ર દાહોદ જિલ્લા માટે પાણીની આવશ્યકતા અને વ્યવસ્થાપનને લઈને ખૂબ જ અસરકારક અને મહત્વનો બની રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments