દાહોદ નગર પાલિકાના વાલ્વમેનો આજથી પાણી ટાંકી પર તાળું મારી હડતાલ ઉપર : આ મામલે પાલિકા સત્તાધીશો કાયદાની મર્યાદામાં યોગ્ય પગલાં ભરશે

0
264

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજ રોજ તા.૧૪/૧૨ /૨૦૧૮ શુક્રવારે દાહોદ વોટર સપ્લાયમાં ફરજ બજાવતા વર્ષો જૂના કર્મીઓને કોઈપણ જાતની સુવિધા અપાતી નથી અને તેઓની માંગ માટે તેઓએ કોર્ટ તથા નગર પાલિકાના પ્રમુખ તથા અન્ય – અન્ય જગ્યાએ તેઓ અરજી કરી. આ બાબતે તેઓને કોઈ પણ જાતનું વ્યવસ્થિત જવાબ મળેલ નથી.તેથી તેઓની એવી માંગ છે કે અમારી જે માંગો છે તેને ધ્યાનમાં રાખીને વહેલી તકે એનું સમાધાન લાવો નહી તો અમે ઉગ્ર આંદોલન કરીશું.

આ હડતાળના પગલે નગર પાલિકા સત્તાધીશો જોડે ચર્ચા કરતા તેઓએ જણાવ્યું હતું કે નગર પાલિકા દ્વારા કાયદાની મર્યાદામાં રહી અને કાયદાકીય રીતે જે કાંઈ પણ થતું હશે તે દિશામાં ઘટતું કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પણ જે પણ કાર્ય થશે તે કાયદાની મર્યાદામાં થશે કાયદાનું ઉલ્લંઘન કરીને કોઈપણ જાતનું કાર્ય કારવવામાં આવશે નહી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here